________________
યૌવન અવસ્થામાં પુત્રીનો પ્રવેશ થતાં જ માતા-પિતા સચિંત બની ગયા તેમાં પણ રત્નવતી જેવી સંસારની સર્વશ્રેષ્ઠ રાજકન્યાને અનુરૂપ કયું પાત્ર મળશે ! એની ચિંતાથી મહારાજા અનંગસિંહ વ્યથિત હતા.... અનેક રાજકુમારોના ચિત્રો - પરિચયો - મંગાવવામાં આવ્યા... પણ ક્યાંય રાજાનું મન માન્યું નહીં. . . ! કોઈ રૂપમાં બરોબર તો ગુણમાં ખામી - ગુણો અનુરૂપ તો રૂપનું ઠેકાણું નહીં... રૂપગુણમાં મેળ પડી જાયતો-વયમાંતકલીફ!
અંતે પરદેશથી આવેલી કોઈ વિદ્વાન નૈમિત્તિકને રત્નવતીનું ભાવિ પૂછતાં નૈમિત્તિકેજણાવ્યું...
‘રાજન ! નિશ્ચિતરહો ! રત્નવતી કરતા પણ ચારચાંદ ચડી જાય તેવું યોગ્ય પાત્ર રત્નવતીને મળશે ! જે આપની પાસેથી આપનું દૈવાધિષ્ઠિત ખડગ્ રત્ન લઈ લેશે દેવતાઓ જેના ઉપર પુષ્પવૃષ્ટિ કરશે તે રાજકુમાર આપની કન્યાનો ભર્તાર થશે' આ સાંભળીઅનંગસિંહરાજાનિશ્ચિતબન્યો !
આ તરફ સુરતેજ નગરની બાજુના ચક્રપુર નગરમાં સુગ્રીવ રાજાને – યશસ્વતી અને ભદ્રા એમ બે રાણીઓ હતી...!
યશસ્વતીનો પુત્ર સુમિત્ર યુવરાજ હતો. શોક્ય રાણી ભદ્રાને પણ પદ્મ નામે એક કુમારહતો.
યુવરાજ સુમિત્ર ગુણોનો ભંડાર હતો અને યોગ્યતા મુજબ રાજ્યનો સ્વામિ સુમિત્રજબને આ વાસ્તવિકતાઅપર માતાભદ્રાથીસહનથઈનહીં.
સુમિત્રને મારવા માટે તીવ્ર વિષનો પ્રયોગ અપરમાતાએ કર્યો ! રાજકુમા૨ સુમિત્રનું વિષ ઉતારવા - મહારાજા સુગ્રીવે ઘણો પ્રયત્ન કર્યો પણ સફળતા મળી
Jain Education International
૧૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org