________________
મહાત્માના વચન સાંભળી રાજા આનંદિત થયા મહાત્મા પાસેથી વ્રતો - નિયમો અંગીકારકર્યા.
એકદા ધનકુમાર - ધનવતી ક્રીડાર્થે ગયેલા. ત્યાં કોઈ મહાત્મા મૂર્શિત થઈને પડેલા હતા. ધનકુમારે મહાત્માની ભક્તિ ખૂબ સુંદર રીતીએ કરી મહાત્મા પુનઃ સ્વસ્થ બન્યા. તેમની પાસેથી ધર્મદેશના સાંભળી પ્રતિબોધ પામી ધનકુમાર ધનવતી સમ્યકત્વપામ્યા.
એક વખત પુનઃ ચતુર્ણાની વસુંધર મુનિ નગરમાં પધાર્યા. તેમની વાણીથી પ્રતિબોધ પામી દંપતીએ પોતાના પુત્ર જયંતને રાયધુરા સોંપી દીક્ષા અંગીકાર કરી સુંદર આરાધના કરી અંતે એક માસનું અણસણ આદરી સમાધિમરણ પામ્યા...!
( ભવ....૨/૩/૪ બીજા ભવમાં ધનકુમાર અને ધનવંતી બંને પ્રથમ સૌધર્મ દેવલોકમાં મિત્ર દેવ તરીકે થયા. પૂર્વ ભવમાં બંધાયેલી સ્નેહની ગાંઠ આ ભવમાં પણ મજબૂત બની દેવલોકનું આયુષ્યપૂર્ણ કરી ત્રીજા ભવમાં
ભરત ક્ષેત્રના વૈતાઢ્ય પર્વતની ઉત્તર સીમા ઉપરના અનેક રમણીય નગરોની વચ્ચે શોભતા સુરતેજનગરના સૂર નામે શૂરવીર રાજવીની વિદ્યુત્પતિ નામે પટ્ટરાણીની કુક્ષિએ ધનકુમારનો આત્મા પુત્ર પણે અવતર્યો ! નામ તેનું ચિત્રગતિ પાડવામાં આવ્યું!
આ તરફ ધનવતીનો આત્મા વૈતાઢ્યગિરિની દક્ષિણ દિશામાં આવેલા શિવમંદિર નગરનાં અનંગસિંહરાજવીની શશિપ્રભાનામે સોહામણીરાણીની કુક્ષિમાં પુત્રી પણ ઉત્પન્નથઈ. રત્નવતી તેનું નામ રાખવામાં આવ્યું.
Jain Education International
For Private & pl
use only
www.jainelibrary.org