________________
અન્યથા- એમનું નામસ્મરણ કરી જિંદગીપૂર્ણ કરીશ...’
યોગાનુયોગ થોડા દિવસોમાં જ અચલપુર નગરમાં ગયેલો સિંહ રાજાનો દૂત રાજસભામાં આવ્યો અને ત્યાંના રાજકુમાર ધનના અદ્ભુત - રૂપ ગુણની પ્રશંસા રાજાસમક્ષકરી.
રાજા અને દૂતનો સંવાદ ધનવંતીની લાડિલી બહેન ચંદ્રવતી સાંભળી ગઈ. આમ પણ ચંદ્રવતી ધનવતીનું મન જાણતી જ હતી. . .! અને એમાં પણ દૂત પુનઃ અચલપુર જવાનો છે એ સાંભળતા પોતાની ભગિની ધનવંતીનો સંદેશ રાજકુમા૨ ધનને મોકલ્યો. તો આતરફ મહારાજાસિંહે પણ પોતાની પુત્રીનાલગ્ન રાજકુમા૨ધનસાથે થાયતેવીઈચ્છાવ્યક્ત કરતો સંદેશમોકલ્યો..
અલ્પ સમયમાં જ રાજકુમાર ધન અને રાજપુત્રી ધનવતીના લગ્ન ઉલ્લાસ પૂર્વક ઉજવાયા...!
સમયની ગતિચાલ્યાજ કરે છે તેમાં પણ સુખના દિવસોમાંસમય ક્યાં પસાર થાય છે એ કોઈને ખ્યાલ આવતોનથી.
વર્ષો બાદ ચાર જ્ઞાનના સ્વામિ વસુંધર મુનિ અચલપુર નગરના ઉદ્યાનમાં પધાર્યા. રાજા, રાણી, રાજકુંવરધન આદિ પરિવાર સાથે મહાત્માનીદેશના - શ્રવણ માટે આવ્યા. દેશનાનીસમાપ્તિ બાદ રાજાએ મહારાણી ધારિણીને રાજપુત્ર ધનકુમાર ગર્ભમાંઆવ્યાત્યારેઆવેલસ્વપ્નવિષયકવાત કરી.
મહાત્માએ જણાવ્યું ! “રાજપુત્ર ધન આજથી નવમા ભવે બાવીસમાં તીર્થપતિ નેમિનાથ તરીકે થશે. તેથી જ આંબો નવ સ્થાનોમાં એ રોપાશે એવું મહાદેવીએ
સ્વપ્નમાંનિહાળેલું...!
Jain Education International
૧૭૫
For Private & Personal Use Only
www.jainelibrary.org