________________
જુદા નવ સ્થળે એ આંબો રોપાઈ તેવૃક્ષ ઉત્તમફળદાયી નીવડશે. આસ્વપ્નનિહાળ્યા પછી રાણી અતિ આનંદિત બની ગઈ. પોતાના સ્વામિનાથને વાત કરી નૈમિત્તિક પાસેથી સ્વપ્નનું ફળ જાણ્યું. “મહારાણી કોઈ ઉત્તમપુત્રની માતા બનશે?” આ સાંભળી રાણીનો આનંદ ઉરમાં સમાતો નથી.
દિન-પ્રતિદિનરાણીના મુખ ઉપરનું તેજ વધતું ગયું. ગર્ભકાળ પૂર્ણ થતાં રાણીએ સુંદરપુત્રને જન્મઆપ્યો.
પુત્રનું નામ ધન પાડવામાં આવ્યું....! ધનકુમારે બાલ્યાવસ્થાથી જ માતા-પિતા તો શું પણ સમગ્ર અચલપુરની પ્રજામાં હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું. યુવાવસ્થામાં પ્રવેશતા જ ધનકુમારના અદ્ભુત રૂપ તો તેની આગવી બુદ્ધિપ્રતિભાની દેશ-વિદેશમાંકિર્તિફેલાઈગયેલી.
અચલપુરથી બહુ દૂર નહીં એવા કુસુમપુરનગરમાં સિહસત્વવાળાપરાક્રમી સિંહ રાજાની નિર્મલ મનવાળી પટ્ટરાણી વિમળાદેવીની પુત્રીએ દેવાંગના સમાન રૂપ સૌંદર્ય ધરાવતી ધનવતી નામે કન્યા વસંતઋતુના સમયમાં વસંતના વૈભવમાં આળોટવાસહેલીઓની સાથે ઉદ્યાનમાંગયેલી.
ઉદ્યાનમાં દેશ-વિદેશના અનેક કલાકારો પણ આવેલા સમગ્ર કુસુમપુરની જનતા - વસંતના મેળામાં મહાલવા આવેલી પરદેશના એક ચિત્રકારના હાથમાં અદ્ભુત દેવાંશીકુમારનું ચિત્રનિહાળતા રાજકુમારી ધનવતી અને તેની પ્રિય સખી કમલિની આશ્ચર્ય પામી ગઈ. કમલિનીએ ચિત્રમાં અંકિત થયેલા કુમારનો પરિચય પૂછ્યો ! અચલપુર નગરના રાજકુમાર ધનકુમારનુ આ ચિત્ર છે એવું સાંભળતાંજ રાજકન્યા ધનવતીએ મનોમન નિર્ણય કરી લીધો. “પરણીશ તો – ધનકુમારને જ પરણીશ -
Jain Education International
૧૭૪. For Private & Personal Use Only
www.jainelibrary.org