________________
જંગલો...પર્વતો. નદી, નાળાઓ પસાર કરવાના હતા.
વસંતપુર પહોંચતા કેટલો સમયથાય એ નિર્ધારણ શક્યન’તુ...!
શરીરને ધ્રુજાવી દેતી ઠંડી, આગ ઝરતી ગરમી અને સમગ્ર પૃથ્વીને જળબંબાકાર કરી દેતી વર્ષા....!ત્રણે ઋતુઓ પસાર કરવાની હતી...!
ધન સાર્થવાહનગરમાં ઉદ્ઘોષણા કરાવી જે યાત્રિકોને વસંતપુરતરફ આવવાની ઈચ્છા હોય તેમને સાર્થમાં પધારવા ખાસ આમંત્રણ છે પ્રત્યેક વ્યક્તિઓને રક્ષણ પુરૂં પડાશે. બધાને વસ્ત્ર-પાત્ર-અન્ન-જલ આદિની સહાયની સાથે માર્ગમાં હિંસક પ્રાણીઓ, ચોરો આદિના ઉપદ્રવોથી પણ રક્ષણ મળશે.
અનેક વ્યક્તિઓના મનમાં વર્ષોથી વસંતપુરતરફ જવાની ભાવના હતી...! ધન સાર્થવાહની ઉદ્દઘોષણા સાંભળી વિશાલ જન સમુદાય ધનશ્રેષ્ઠિની સાથે સમ્મિલિત થઈ ગયો!
નગર બહાર ઉદ્યાનમાં શાંતમૂર્તિ આચાર્ય ભગવંત ધર્મઘોષસૂરીશ્વરજી મહારાજા પોતાના વિશાલ મુનિસમુદાયસાથે સ્થિત હતા. . નગર બહાર નીકળતા જ પુણ્યશાળી ધન સાર્થવાહને આચાર્યભગવંતના દર્શન થયો.
‘ભાગ્યશાલી ! અમારે પણ તમારી સાથે સાર્થમાં આવવાની ભાવના છે. ‘‘ભગવંત ! હું ધન્ય બન્યો આપ ખુશીથી પધારો આપ જેવા મહાપુરૂષનું સાંનિધ્યઅમને મળશે અમે કૃતકૃત્યબની જઈશું.
અરે... સેવકો ! અહિં આવો....! આ મહાત્માઓ માટે વિશેષ ધ્યાન રાખવું પ્રતિદિન તેમના માટે ઉચિત શુદ્ધ અન્ન, જલ આદિનો પ્રબંધ કરવો
Jain Education International
For Private & Persal Use Only
www.jainelibrary.org