________________
// ૐ હું નમઃ | | ૐ હ્રીં નમો નાણસ્સ // | નમામિ નિત્ય ગુરુ રામચન્દ્રમ્ |
શ્રી આદિનાથ ચંરગ પ્રથમતીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામિના આત્માના ઉત્થાનની... પળો... કલિકાલસર્વજ્ઞપૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા કૃત ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર... માંથી સંક્ષેપ કરીને આપણે નિહાળીએ..
ભવ... ૧ આ જંબુદ્વીપમાં પૃથ્વીમાં પ્રતિષ્ઠાને પામેલું ક્ષિતિપ્રતિષ્ઠિતનામે સુંદર મજાનું નગર
હતું.
પ્રસન્નચન્દ્ર નામે ન્યાયનિપુણ રાજવીના શાસનમાં નગરજનો આનંદ કિલ્લોલ કરી રહ્યા હતા.
એ જ નગરમાં પ્રતિષ્ઠિત - ધન નામનો સાર્થવાહ રહેતો હતો ધન સાર્થવાહ પાસે અપાર સંપત્તિ હતી ઉદારતા ના કારણે ધનશ્રેષ્ઠીની યશોગાથાદેશ-પરદેશમાં ગવાતી હતી.
વ્યાપારાર્થે ધન સાર્થવાહ અવારનવાર વિશાળ સાર્થની સાથે દેશ-પરદેશ જતા હતા ધન સાર્થવાહની સાથે સાર્થમાં હજારો લોકો જોડાતા હતા કારણકે સમગ્ર સાર્થના ક્ષેમ-કુશલની જવાબદારી સ્વયં ધન સાર્થવાહના શિરે હતી !
એકવખત વસંતપુરતરફ વ્યાપારાર્થે જવાની ધન શ્રેષ્ઠીની ઈચ્છા થઈ ! ક્ષિતિપ્રતિષ્ઠિત પુરથી વસંતપુર...યોજનોનું અંતર હતું..! માર્ગમાં અનેક ગાઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org