________________
કરી સમાધિમરણ પામ્યા.
મેઘરથ રાજાનો ભવ એટલે ભગવાન શાંતિનાથના હૃદયમાં રહેલી અપાર કરૂણાનું અનુપમદષ્ટાંત.. ભગવાન શાંતિનાથે શ્રીષેણ રાજાના ભવથી માંડીને બારે ભવમાં અનેક પ્રકારના કલેશનાનિમિત્તોમળેલ હોવા છતાં પણ ગમે તે પરિસ્થિતિમાં શાંતિ જ રાખી .. માટે જ છેલ્લા ભવમાં એમનું નામ શાંતિનાથ .. તરીકે યોગ્ય નામકરણ થયું ! અગિયારમાંભવમાં – પ્રભુ સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં તેત્રીસસાગરોપમની ઉત્કૃષ્ટસ્થિતિવાળામહદ્ધિકદેવ થયા..!
અંતિમભવ
ભગવાન શ્રી શાંતિનાથ સવર્થ સિદ્ધ વિમાનમાંથી ચ્યવન પામી મેઘરથ રાજાનો જીવ જે ભરત ક્ષેત્રમાં અનેક પુણ્યાત્માઓનો નિવાસ છે તેવા પવિત્ર ક્ષેત્રમાં હસ્તિનાપુરનામે સમૃદ્ધ, સર્વ શ્રેષ્ઠ નગરી માં સમગ્ર જગતને પોતાની ન્યાયપ્રિયતાથી વશ કરનાર વિશ્વસન રાજવી ની પટ્ટરાણી મહાદેવી અચિરાદેવીની કુક્ષિએ ભાદરવા વદ છઠ્ઠ (શ્રાવણ વદ છ8) નાદિવસેભરણી નક્ષત્રમાં પ્રભુનું અવતરણ થયુ.
મહાદેવી અચિરાદેવી ચૌદ મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા નિહાળી અતિ આનંદિત થયા.
પ્રાતઃ સમયે વિશ્વસેન મહારાજને સમાચાર મળતા જ સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવી સ્વમાઓનું ફળ પૂછતાજ ઉત્તમધર્મચક્રવર્તીઅથવાચક્રવર્તીતમારો પુત્ર થશે આ સમાચાર સાંભળી માતા પિતાનો આનંદ નિરવધિ બન્યો. સમગ્ર રાજમહેલમાં
Jain Education International
૧૩૧ For Private & Personal Use Only
www.jainelibrary.org