________________
બાજ અને કબૂતર બંને અદૃશ્ય થઈ ગયા અને એ સ્થાને ઉત્તમઆકૃતિવાળાદેવઉત્પન્ન થયા.. !પોતાનાઅપરાધની ક્ષમા માંગી મેઘરથ રાજાને કહે છે.
- “રાજન ! ઈશાનેન્દ્ર દેવ સભામાં આપના દયા ગુણની પ્રસંશા કરેલી પ્રાણના ભોગે પણ શરણાગતનું રક્ષણ કરવામાં રાજા મેઘરથ તત્પર છે .. એમ સાંભળી આપની પરીક્ષા કરવાજ હું અહી આવેલો...! મેઘરથ રાજા ઉપર પુષ્પવૃષ્ટિકરીદેવપોતાના સ્થાને ચાલ્યા ગયા!
ત્યાર બાદ મેઘરથ રાજાએ પોતાના રાજ્યનો ભાર પુત્ર મેઘસેનને સોંપી પોતે આત્મપ્રવૃતિમાં લીન બની ગયા. એકદા અઠ્ઠમનાતા સાથે કાર્યોત્સર્ગ ધ્યાનમાં હતા ત્યારે અંતઃપુરમાં બેઠેલા ઈશાનેન્દ્ર “નમો ભગવતે તુલ્યું” કહી મેઘરથ રાજાને નમસ્કાર કર્યા...! ઈન્દ્રાણીઓએ તુરંત જ ઈશાનેન્દ્રને પૂછ્યું. “સ્વામિનાથ! આ સમયે અહીંતો કોઈનમસ્કરણીયવ્યક્તિનથી આપે કોને નમસ્કાર કર્યા...!”
“અઠ્ઠમતપમાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહેલા રાજા મેઘરથને મે નમસ્કાર કર્યા છે જે ભાવિમાં તીર્થંકર થવાના છે.” આ સાંભળી અતિરૂપા અને સુરુપા આ નામની બે ઈન્દ્રાણીઓ મેઘરથ રાજાની પરીક્ષા કરવા માટે તેમની પાસે આવી અનેક અનુકુળ ઉપસર્ગો કરવા લાગી...! રાજાને મોહિત કરવા અનેક પ્રયત્નો કર્યા...પણ મેઘરથ રાજા ધ્યાનમાં નિશ્ચલ રહ્યા અંતે પોતાના અપરાધને ખમાવી સ્વસ્થાને ચાલી ગઈ બીજે દિવસે નગરીમાં તીર્થંકર પ્રભુ ધનરથ પધાર્યા રાજવી મેઘરથે ભાઈ દઢરથની સાથે દીક્ષા અંગીકાર કરી સંયમની ઉત્કૃષ્ટસાધના અને વીશસ્થાનકતપની આરાધના દ્વારા તીર્થકર નામકર્મની નિકાચના કરી અંબરતિલક નામના પર્વત ઉપર અણસણ
૧૩). For Private & Personal use only
Jain Education International
www.jainelibrary.org