________________
મહારાજા શ્રીષેણે બંને પુત્રોને ખૂબ સમજાવ્યા પણ વાસનાના વિષચક્રમાં ફસાયેલા કુમાર પિતાની વાત ક્યાંથી માને! રાજા શ્રીષણનુ સંવેદનશીલ મન આ આઘાત જીરવી શક્યુ નહીં! મહારાજાએ વિષયુક્ત કમળ સુંઘી લઈ આત્મહત્યા કરી લીધી ! રાજાના નિધનથી દુ:ખી બની બંને રાણીઓએ પણ પોતાના પતિનો જ માર્ગ અપનાવ્યો ! તો રાજાને ત્યાં પુત્રીવત રહેલી સત્યભામાએ પણ એ જ માર્ગ અપનાવ્યો !
ગણિકા અનંતમલિકાના રૂપમાં પાગલ બનેલા બંને ભાઈઓએ ગણિકાને તો ન મેળવી પણ પોતાના પ્રાણ પ્યારા માતા પિતા આદિ ચાર ચાર આત્માઓના આયુષ્ય પૂર્ણ થવામાં નિમિત્ત બન્યા...!
ભવ ૨-૩-૪ બીજા ભવમાં રાજા શ્રીષેણ બંને રાણીઓ અને સત્યભામા જંબૂદ્વીપના ઉત્તર ક્ષેત્રમાં ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા અને ત્રણ ગાઉ જેટલા શરીરના પ્રમાણવાળા યુગલિક તરીકે થયા. શ્રીષેણ અભિનંદિતા યુગલિક સ્વરૂપે અને શિખિનંદિતા સત્યભામા યુગલિક સ્વરૂપે થયા...!
ત્રીજા ભવમાં શ્રીષેણ મહારાજાનો આત્મા સૌધર્મ દેવલોકમાં દેવ તરીકે થયો.!
ચોથા ભવમાં વૈતાઢયગિરિના રથનુપૂરચક્રવાલ નગરમાં અર્કકિર્તી રાજાની જ્યોર્તિમાલારાણીની કુક્ષિએ પુત્ર તરીકે અવતર્યા.
અમિતતેજ તેમનું નામ પાડવામાં આવ્યું...! સત્યભામા દેવલોકમાંથી ચ્યવન પામી જ્યોર્તિમાલાની જ કુક્ષિએ પુત્રી તરીકે અવતરી.. માતા પિતાએ
૧ ૨ ૨ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org