________________
શિવભૂતિ નામે બે પુત્રો હતા. એ બ્રાહ્મણને ત્યાં કપિલા નામે દાસી હતી. વિષયોની વિષમસ્થિતિ હોય છે..! વિદ્વાન ધરણીધર બ્રાહ્મણ કપિલાદાસીમાં લુબ્ધ બની ગયો અંતેતેનાથીકપીલનામે પુત્રથયો !
ધરણીજટબ્રાહ્મણ પોતાના બંને પુત્રોને વેદ આદિનો અભ્યાસ કરાવેછેતે સમયે કપીલ પણ મૌન પણે સાંભળીને વેદ શાસ્ત્રનો અભ્યાસુ બની જાય છે! બુદ્ધિશાળી કપિલ સાંભળતા સાંભળતા જ પંડિત બની ગયો ! ત્યાંથી નીકળી રત્નપુર નગરમાં આવીસાત્યકીનામના પંડિતને ત્યાં રહી તે પંડિતને તથા બીજા અનેક વિદ્વાનોને પ્રિય બની ગયો ! સાત્મકી બ્રાહ્મણે કપિલનીવિદ્વતાથી પ્રભાવિતબની પોતાનીસ્વરૂપવાન કન્યાસત્યભામાસાથેતેનાલગ્નકરાવ્યા.
વિદ્વાન હોવા છતા પણ દાસીપુત્રહોવાથી કપિલનાવ્યવહાર.. અને સંસ્કારના કારણે જ્યારે સત્યભામાને આ દાસીપુત્ર જ છે એવી સત્ય હકીકતનો ખ્યાલ આવવાથી શ્રીષેણ રાજાને ત્યાં રાજમહેલમાં પહોંચી પોતાને કપિલથી છોડાવવાની વિનંતીકરેછે.
મહારાજાએ તેને પુત્રીવત ગણી રાજ્યમહેલમાં આશ્રય આપ્યો આ તરફ રાજપુત્ર ઈંદુષેણના કૌશાંબી નગરીના મહારાજા બલની શ્રીકાંતા નામે રાજકુમારી સાથે લગ્ન થયાં. રાજકુમારી નાં સ્વયંવરમા અનેક રાજકુમારો આવેલા તેમાંથી રાજપુત્ર ઈંદુષણ ની સાથે શ્રીકાંતાના લગ્ન થયા. શ્રીકાંતાની સાથે અનંતમણિકા નામે ગણિકા પણ આવેલી. .! ઈંદુષણ અને બિંદુષણ બંને ભાઈઓ ગણીકાના રૂપ ઉપરલુબ્ધબનીગયા.!
ઈંદુષણ પોતાની પ્રિયા શ્રીકાંતાને પણ વિસરી ગયો.! ગણિકાના મોહમાં અંધ બનેલાબંને ભાઈઓઅરસપરસલડવામાંડયા....!
Jain Education International
૧૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org