________________
શ્રી શાંતિનાથ સ્વામિ ચરિત્ર
વિશ્વ શાંતિદાયક શ્રી શાંતિનાથ ભગવાન સભ્યત્વ પ્રાપ્તિ પછી ૧૨માં ભવે મોક્ષે સિધાવ્યા...!
ભવા
ભવ.
૧. શ્રીષેણ રાજા ૨ યુગલિક ૩ પ્રથમ દેવલોકે દેવ ૪ અમિતતેજરાજા ૫ દસમાંદેવલોકદેવ ૬ અપરાજિતબળદેવ
૭ બારમાંદેવલોકેઈન્દ્ર ૮ વજયુધચક્રવર્તી ૯ ત્રીજા રૈવેયકમાં દેવ ૧૦ મેઘરથ રાજા ૧૧ સર્વાથસિદ્ધવિમાન ૧૨ શાંતિનાથ ભગવાન
ભવ ૧
જંબૂદીપના દક્ષિણાર્થ ભરતક્ષેત્રમાં રત્નપુર નામે સુંદરનગર હતું. શ્રીષેણ નામે પ્રજાવત્સલ ધર્માત્મા રાજવી રાજ્ય કરી રહ્યો હતો. અભિનંદિતા અને શિખિનંદિતા નામની બે રાણીઓ રાજાને હતી. રાણી અભિનંદિતાએ ક્રમશઃ સૂર્ય ચન્દ્ર જેવા તેજસ્વી બે પુત્રોને જન્મ આપ્યો. એકનું નામ ઈદુષણ અને બીજાનું નામ બિંદુષણ પાડ્યું. રાજાએ બંને કુમારોને સુંદર અભ્યાસ કરાવ્યો. અનુક્રમે કુમારો યૌવન અવસ્થાને પામ્યા.
રત્નપુરની નજીકમાં અચલગ્રામ નામનું એક ગામ હતું. ત્યાં ધરણીજટ નામે વિદ્વાન બ્રાહ્મણ રહેતો હતો. એ બ્રાહ્મણનેયશોભદ્રા નામે સુંદર સ્ત્રી અને નંદીભૂતિ,
Jain Education International
For Private & PLRO Only
www.jainelibrary.org