________________
૨. શિક્ષણ અને સંસ્કાર શિબિરની યોજના વર્તમાન શિક્ષણ પ્રણાલિકામાં બાળકો અને યુવાનો ધાર્મિક શિક્ષણ વ્યવસ્થિત મેળવી શકતા નથી. ત્યારે રવિવાર વેકેશનના સમયમાં નાની-મોટી શિબિરનું આયોજન કરીને જૈન ધર્મના જ્ઞાન અને ક્રિયા વિશે વિગતે સમજણ આપવી જોઇએ. માત્ર સૂત્રો નહિ પણ સૂત્રાર્થ ભાવાર્થનું જ્ઞાન આપવું જોઇએ.
૩. પાઠશાળાઓનું પુનરૂત્થાન - ધાર્મિક શિક્ષણ અને સંસ્કાર સિંચનમાં પાઠશાળાનું પ્રદાન પાયાના પથ્થર સમાન છે. પાઠશાળાઓમાં બાળકો માટે અર્વાચીન પદ્ધતિ પ્રમાણે શિક્ષણની વ્યવસ્થા થવી જોઇએ. જ્ઞાન અને ક્રિયાની સાથે અર્થજ્ઞાન, કથાનુયોગ, તીર્થયાત્રા, પરીક્ષા, ઈનામવિતરણ જેવી યોજનાઓ કરવી જોઇએ. અંગ્રેજી અને ગુજરાતીમાં પ્રગટ ચિત્રકથા તત્ત્વજ્ઞાનનો અભ્યાસક્રમમાં અમલ કરવો જોઇએ. આ જ્ઞાન ભવિષ્યમાં ઉપયોગી નીવડે અને યુવાનીમાં વધુ જ્ઞાન મેળવી ધર્માભિમુખ થઈ શકે છે.
૪. અંગ્રેજી ભાષામાં ધર્મનું સાહિત્ય વર્તમાન શિક્ષણમાં અંગ્રેજી શિક્ષણમાધ્યમનો વ્યાપ વધુ છે ત્યારે અંગ્રેજીમાં જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોનું જ્ઞાન મળે તે માટે પુસ્તકો તૈયાર કરવાં જોઇએ. અમેરિકામાં જૈન સેન્ટર તરફથી પ્રગટ થયેલ જુનિયર-સીનિયર અભ્યાસક્રમને અનુલક્ષીને ભારતમાં પુસ્તકો તૈયાર કરવાં જોઇએ. ભારતમાં અંગ્રેજીમાં જૈન ધર્મનાં પુસ્તકો પ્રગટ થયાં છે તેની સૂચી અને પ્રાપ્તિ સ્થાન મેળવીને પાઠશાળામાં મોકલવાં. યુવાનોને આ સાહિત્ય ધર્મ માટે ઉપયોગી બની ધર્માભિમુખ કરશે.
૫. જૈન સાહિત્યમાં સંશોધન -પ્રકાશન પ્રવૃત્તિ, જૈન સાહિત્ય અતિ સમૃદ્ધ
છે તેમાં અત્યારના વિજ્ઞાન અને ભૂગોળની ઘણી માહિતી છે. ખગોળ શાસ્ત્રની માહિતી ઉપલબ્ધ થાય છે આ જ્ઞાનને પ્રગટ કરવા સંશોધન કરવા યુવાનોને પ્રોત્સાહન આપવું જોઇએ અને પ્રકાશન કરવું જોઇએ.
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
८०
-
For Private & Personal Use Only
www.jainelibrary.org