SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ધર્મ એટલે જે ધારણ કરે. જે યુવાન સૌ પ્રથમ નૈતિક મૂલ્યોને સમજે, અહિંસા, સત્ય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, અચૌર્ય જેવા પાંચ અણુવ્રતની સાચી સમજ કેળવી સદાચારી જીવન જીવવાનો પ્રયત્ન કરે. ગુરુ, વડીલો, માતાપિતાને આદર આપે. મૈત્રી, દયા, કરુણા દરેક જીવો પ્રત્યે રાખે અને સાથે દેરાસર, ઉપાશ્રયમાં જઈ ક્રિયાઓ આચરે. સાચા મૂલ્યોની સમજ આપવા માટે ઘરનું અને બહારનું બન્ને વાતાવરણ શુદ્ધ કરવું પડશે. માતાપિતાએ, વડીલોએ જીવનપદ્ધતિમાં ફેરફાર કરવો પડશે. તો જ તેઓ પોતાના યુવાનોને સાચા અર્થમાં નૈતિક મૂલ્યો સમજાવી શકશે. એટલે કે સૌ પ્રથમ પોતે જાતે નીતિમતાના મૂલ્યોનું આચરણ કરવું જોઇએ. ખોટા દંભો, વ્યવહારો અને દેખાદેખીને છોડી દઈને સચ્ચાઈ અને વાસ્તવિકતાનો અમલ કરવો પડશે. જીવનમાં ભૌતિક ઉપભોગોનું પ્રમાણ પોતે નક્કી કરવું પડશે. તો જ તેમના કુટુંબ, યુવાન વર્ગના પર અસર પડશે. ધર્મને માત્ર વ્યવહાર ન બનાવતાં એના તત્ત્વને સમજવું. દા.ત. ધાર્મિક વરઘોડા અને તપશ્ચર્યામાં સાદાઈને મહત્વ આપવું. યુવાવર્ગને ધર્મની ક્રિયાઓ અને અનુષ્ઠાનોની સાચી સમજ વૈજ્ઞાનિક અને બુદ્ધિ ગમ્ય રીતે આપવી. તે માટે સમૂહ માધ્યમોનો ઉપયોગ કરવો. (વધુ વિગત પ્રચાર પ્રસારમાં છે) યુવાવર્ગની સમક્ષ ધાર્મિક કથાઓને, નાટ્યકૃતિઓને મહાપુરુષોના જીવનને વગેરેને બૌદ્ધિક અભિગમ દ્વારા ગીત-સંગીત દ્વારા રસ પડે તે રીતે રજૂ કરવી. ધર્માચરણની કોઇપણ વાતને ફરજિયાત ન બનાવવી. ધર્માભિમુખ બનાવવા ધાર્મિક શિબિરોના આયોજનમાં ધાર્મિક વાચનની વૃત્તિને કેળવવા માટે પ્રેરક બળો ઊભા કરવા તેથી યુવાવર્ગ પોતાના વ્યવહારિક શિક્ષણમાંથી સમય કાઢીને ધાર્મિક અને નૈતિક વાંચન કરવા પ્રેરાય. જ્યાં સુધી ઉત્તમ વાચનની વૃત્તિ કેળવાશે નહિ ત્યાં સુધી યુવાનો સાચા અર્થમાં ધર્મને સમજશે નહિ. જૈન એકેડેમી તથા વિરાયતનની જેમ જ્ઞાન આપવું. જ્ઞાનવૃક્ષની વેલડી સમી પાઠશાળાઓ, ધાર્મિક હરીફાઈઓ, જ્ઞાનીઓના બહુમાન, ગુરુભક્તિ, તપોવનો વગેરે વધુ પ્રમાણમાં સાકાર થવા જ્ઞાનધારા Jain Education International ૭૬ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy