________________
ગર્ભાધાન પશ્ચાતું રત્નકુક્ષિ ભાવિ માતાઓને માટે ઠેકઠેકાણે “માતૃભવનો' ઊભા કરી, જો આગવી રીતે ગર્ભકાળનાં છેલ્લાં છ મહિના તથા જન્મ પછી ધાવણ સંસ્કાર અર્થેનાં છ મહિના એવી ગ્યાએ સામૂહિક વસવાટ કરાવાય જ્યાં પરિસર દહેરાસર, ઉપાશ્રય, પાઠશાળા, શાસ્ત્રોનાં પુસ્તકાલય, મહાપુરુષોનાં ભીંતચિત્રો આદિ રહેલાં હોય. તે માતૃભવનોમાં સ્થિત સાધ્વીજી મહારાજો, ભાવિમાતાઓની ઉત્તમ દિનચર્યા ગોઠવી શકે તથા ઉભય આત્માને હિતોપદેશ આપી ગર્ભથી જ શિશુનાં આત્માને આધ્યાત્મિક ચેતના સાથે જોડી દઈ શકે. આત્માનાં અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ તથા અનંત વીર્ય (અનંત ચતુષ્ટય) યુક્ત ગુણોની પ્રતીતિ કરાવી શકે. (૭) ભારતમાં સ્થિત દરેક યુનિવર્સિટીમાં “જૈન સાહિત્ય અને
સંસ્કૃતિ' નો અભ્યાસ જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટે મહાવિદ્યાલયોમાં એમ.એ., એમ.ફિલ. કે પીએચ.ડી. કક્ષામાં અભ્યાસ કરતાં શ્રદ્ધાવાન યુવાનો આ અભ્યાસક્રમ કરવા હાલમાં પણ આગળ આવી રહ્યાં છે જેમાં બહુધા ઈતરધર્મીઓ જ છે.
આ અભ્યાસક્રમ દ્વારા જ્યારે તેઓ શાલીભદ્રજીનો ત્યાગ, પૂપિયા શ્રાવકની સાધર્મિક ભક્તિ, શ્રીપાળ મયણાનું સિદ્ધચક્ર ધ્યાન, શ્રી ગૌતમ સ્વામીનો વિનય, શ્રી સ્થૂલિભદ્રજીનું શીલ, શ્રી કુમારપાળ રાજાની ગુરુભક્તિ, સુલાસા શ્રાવિકાની શ્રદ્ધા, શ્રી વિરપ્રભુની ક્ષમા કે શ્રી જીરણ શેઠની ભાવના વિશે જાણવા પામે છે ત્યારે જૈનધર્મની આપોઆપ સરાહના તથા પ્રચાર પ્રસાર થાય છે.
ઉપસંહાર
|| જ્ઞાન પત્ત વિરતિઃ | જે જ્ઞાનથી કાર્ચ ન થાય તે જ્ઞાન વાંઝિયું, શૂન્યવત, નિષ્ફળ છે. જો ઉપર જણાવેલ સાત પગલાં અનુક્રમે જૈન સંઘો સાથે મળીને ચાલી શકશે તો એ દિવસ દૂર નહીં હોય જ્યારે ઘરે ઘરેથી, શેરીએ શેરીએથી કે દરેક
જ્ઞાનધારા
(જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org