________________
યુવાનોને ધર્માભિમુખ કરવાના અને જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટેના ઉપાયો અને કાર્યક્રમો
(જયહિંદ કૉલેજ મુંબઈના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, મુંબઈ યુનિ. ના બોર્ડ ઑફ સ્ટડીસ ન ગુજરાતીના સભ્ય, ડૉ. આર. એ. માર્શેલકર લાઇફ ટાઇમ અચિવમેંટ ઍવોર્ડના વિજેતા. નવીનભાઈ દાદરની પર્યુષણ વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ છે.)
પ્રા. નવીન કુબડિયા
યુવાન વર્ગને રચનાત્મક કાર્યોમાં વધારે રસ પડે છે. વર્તમાનમાં આપણે ત્યાં જ્ઞાન અને ક્રિયા પર વધારે ભાર મૂકાય છે. અનુકંપાની વાત થોડી પાછળ ધકેલાઈ ગઈ છે. હવે યુવાનોના હિતમાં તથા જૈન ધર્મના પ્રચાર પ્રસાર માટે પણ ‘ચાલો જિનાલય જઇએ' એ સૂત્ર પૂરતું નથી પરંતુ તેની જગ્યાએ ‘ચાલો જિનાલયથી જનાલય જઇએ' એ સૂત્ર મૂકવું પડશે.
જ્યાં ‘જિનમંદિર’ બંધાય ત્યાં તેની સાથે ‘જનમંદિર’ ‘માનવમંદિર’ના પ્રતીક સમાન હોસ્પિટલ, દવાખાનું, રોગ નિદાન કેન્દ્ર, શાળા કે કોલેજ પણ બંધાય અને માનવસેવાનું કાર્ય થાય તો યુવાનો આ રચનાત્મક કાર્યથી આકર્ષાઈને ધર્માભિમુખ થશે જ થશે.
જૈન ધર્મ વિશ્વનો અતિ પ્રાચીન ધર્મ છે. વિશ્વ ધર્મ બનવાની તે સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે છતાં ૨૦૦૦ વર્ષ પ્રાચીન ખ્રિસ્તીધર્મ, ૧૬૦૦ વર્ષ પ્રાચીન ઈસ્લામ ધર્મ કે ૨૬૦૦ વર્ષ પ્રાચીન બૌદ્ધ ધર્મની સરખામણીએ વ્યાપમાં તે ઘણો પાછળ રહી ગયો છે કારણ ? ખ્રિસ્તીધર્મએ ‘માનવસેવા’ ને પ્રાધાન્ય આપ્યું છે. 'Service to man is service to God એ તેનું મુખ્ય સૂત્ર છે. તેમણે તબીબી ક્ષેત્રે અને શિક્ષણક્ષેત્રે રચનાત્મક કાર્ય વિશાળ
જ્ઞાનધારા
૬૩
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org