SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનકાર સંતોની જ્ઞાનવાણીનાં સ્પંદનો ઝીલવા યુવાનોના ટોળાં ઉભરાય છે. આવાં પ્રવચનો જાહેરમાં પણ યોજાય અને વર્તમાન જાગતિક પરિસ્થિતિના સંદર્ભમાં ભગવાન મહાવીરનો સંદેશ એમની પાસેથી મળે તો યુવાનો જરૂર ઘર્મનાં મર્મોને સમજી લેવા આગળ આવશે. પરંતુ ક્યારેક એવું પણ જાણવા મળે છે કે જૈનધર્મનાં વીરવાણીના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પણ મળતું નથી. ભક્તિભાવ કે અહોભાવ સારી બાબત છે પણ એનો અતિરેક નુકસાન કરે છે. જૈન ધર્મની પાસે કેટલી વિશિષ્ટ કથા સૃષ્ટિ છે, કેવા ઉત્તમ શાસ્ત્રકારો થયા છે કેવી સમૃદ્ધ દાર્શનિક સંપત્તિ છે તેનું યથાર્થ રીતે, સમતોલપણે વૈજ્ઞાનિક રીતે સમજાવવાનું કામ થાય તો યુવાનોને અને ધર્મના પ્રચારને પણ લાભ થશે. આ પ્રકારની પ્રવૃત્તિ માટે પંચ મહાવ્રતધારી મુનિ ભગવંતો ઉપરાંત, વિદ્વાનો, સુશ્રાવકોની પણ જ્ઞાનશક્તિનો ઉપયોગ થવો જોઇએ. ધાર્મિક વાચન-ચિંતન મનન અને આજના વિકસતા જતાં જ્ઞાન-વિજ્ઞાનનાં સાધનોનો ઉપયોગ કરીને તૈયાર થયેલા વિદ્વાનો, જ્ઞાનીઓ, જૈન ધર્મના વિકાસની હિતચિંતા જેના હૃદયે વસી છે તેવા સુશ્રાવકોના જ્ઞાનનો લાભ મળી રહે તે માટે પ્રવચન શ્રેણી, જ્ઞાનસત્ર, શિબિરો, પ્રશ્નોત્તરી મંચ, વિવિધ સ્પર્ધાઓ આદિ યોજવાથી યુવાનોની વધુ નજીક આવી શકાશે. તેઓના મનમાં પડેલી થોડીક ગૂંચને ઉકેલી શકાશે અને જૈન ધર્મનું સાચું વાસ્તવિક સ્વરૂપ તેઓ જાણી શકશે. આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગ યુવાનોને જાગૃત કરવા કે ધર્મનો પ્રચાર - પ્રસાર કરવા કોમ્યુટર, ઈન્ટરનેટ, વેબસાઈટ, ઓડિયોવિડિયો કેસેટ ડીજીટલ સાધનો, ધાર્મિક સંવાદો અને ધાર્મિક નાટકોનું આધુનિક વૈજ્ઞાનિક અને છતાંય ધર્મનાં મર્મને કશી જ આંચ ન પહોંચાડે કે કલાને નામે ધર્મની ઉપેક્ષા કર્યા સિવાય, કેવળ જ્ઞાન સાધના અને જ્ઞાનની આરાધનાના મુખ્ય ધ્યેયને કેન્દ્રમાં રાખીને આયોજન કરાવમાં આવે તો ખૂબ આવકાર્ય થશે. જેનોની શાળા – કોલેજોનો જરૂર વિચાર કરવા જેવો છે. આ શાળા - કોલેજોને વહીવટી દષ્ટિએ તો જે તે રાજયના શિક્ષણ વિભાગ સાથે સંલગ્ન sનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy