SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ માટે કોઈ સમજણ કે કેળવણી આપવાની જરૂરત નથી. કારણકે ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ઉપયોગ વડે પ્રગતિ કરેલા યુવાનોની કારકીર્દિ તથા ભવિષ્યની ઉજ્વળ તકો તેઓ સ્પષ્ટપણે જોઈ શકે છે, અનુભવી શકે છે. સ્વભાવિકપણે યુવાનો એ પ્રત્યે અભિમુખ થાય છે. ધર્મની બાબતમાં યુવાનો પાસે વિરોધાભાસી ચિત્ર છે. વડીલો, માતા-પિતા, આગેવાનો શ્રેષ્ઠીઓ વગેરેની જીવનશૈલીમાં ધર્મક્રિયા જોવા મળે છે પરંતુ ધાર્મિકતા નહીં, ત્યાગ જોવા મળે છે પરંતુ વૈરાગ્ય નહીં, ધર્મ-સંજ્ઞા સૂચક કંદમૂળ ત્યાગ જોવા મળે છે પરંતુ આહાર પ્રત્યેના સ્વાદ લોલુપતાની મંદતા નહીં, અણુવ્રત જોવા મળે છે પરંતુ સવૃત્તિ નહીં. સદાચાર-સવૃત્તિ અને નૈતિક મૂલ્યો વિહીન ધર્મ ફક્ત ક્રિયાકાંડનું જ સ્વરૂપ ધારણ કરે છે. વિજ્ઞાન અને ધર્મના સમન્વય માટે હાલનો સમય ઘણાં જ પ્રકારે યોગ્ય છે. જીવ અજીવની અનંત શક્તિ (પદાર્થ - દ્રવ્યની શક્તિ), અહિંસા, કષાયમંદતા, વગેરેની આવશ્યકતા, વૈજ્ઞાનિક શારીરિક માનસિક દૃષ્ટિકોણના આધારથી યુવાનોની સમજમાં સરળતાથી આવે છે. ભૌતિક શાસ્ત્રના શિક્ષણ દ્વારા પદાર્થમાં અનંતશક્તિ હોવાનું ફલિત થયું છે. એકેન્દ્રિય જીવ જેવા વનસ્પતિકાય જીવો (વૃક્ષો) ના નાશ (હિંસા)થી પર્યાવરણનું કેટલું નુકશાન થઈ રહેલ છે અને થનાર છે તેનો અંદાજ આવી ગયો છે. કષાયના પ્રથમ પદ ક્રોધ (ટેન્શન) થી શરીરમાં કેટલાય રાસાયણિક ફેરફારો થવાથી શારીરિક અને માનસિક નુકસાનની પણ પ્રતિતી આજના યુવાનને બરાબર છે જ. Action and Reaction are equal & Opposite ના પ્રતિપાદિત થયેલ વૈજ્ઞાનિક સિદ્ધાંતના આધારે ‘જેવું કર્મ તેવું ફળ'' – કર્મના સિદ્ધાંત પ્રત્યે યુવાનોમાં વિશ્વાસ સંપાદન થતો રહ્યો છે. ભગવાન મહાવીરના જીવને દેવાનંદ માતાની કુક્ષિમાંથી ઉપાડીને ત્રિશલા માતાની કુક્ષીમાં દેવોએ મૂકી દીધાની ઘટના, આજના વિજ્ઞાને શોધેલ ‘“ટેસ્ટ ટ્યુબ બેબી'' જેવી શોધના આધારે, તથ્યસભર જણાવા લાગી છે. - જ્ઞાનધારા Jain Education International ૩૯ - For Private & Personal Use Only - જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy