________________
અને એકતાનું બળ અનોખું હોય છે જેના દ્વારા કોઈપણ વ્યક્તિ, કાયદા કે અન્ય ધર્મ સામે ટક્કર લઈ શકાય છે. જો નવા કર્મોનો સંવર ન થાય અર્થાત્ નવા કર્મ ન બંધાય તો આત્મા જલ્દી મોક્ષ પામે છે. કારણ આત્માનું નિજ સ્વરૂપ શુદ્ધ, નિર્મળ, મલરહિત, પારદર્શક છે. તેથી વ્યક્તિ ક્યારેક તો તેનું નિજ સ્વરૂપ પ્રાપ્ત કરી જ શકે છે. કારણ કે કોઈપણ પદાર્થ પોતાના નિજ સ્વરૂપને છોડતો નથી. આ વાત આપણને જૈન ધર્મમાં જ જાણવા મળે છે.
આજનો યુવાવર્ગ આજે નહીં તો કાલે જરૂરથી ધર્મ તરફ વળશે જ. તેને જરૂર છે સાચા રાહબરની. સાચો રસ્તો બતાવનારો મળી જાય તો રસ્તો ભૂલેલો જરૂરથી મંજિલ સુધી પહોંચી શકશે. પૂર્વથી પશ્ચિમ તરફ સૂર્યોદયથી સૂર્યાસ્ત તરફ ભલે જઈ રહ્યા છે પરંતુ એક આશા જરૂર છે કે જેનો સૂર્યાસ્ત છે તેનો સૂર્યોદય પણ નિશ્ચિત જ છે
જ્ઞાનધારા
Jain Education International
૩૭
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org