SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ તમે એમ માનો છો ને? હા! હું માનું છું! પણ! એમાં થાકી કેમ ગયા? શું કહું? કેટલાક જૈન લોકોએ તાર ઉપર તાર અને ટપાલ ઉપર ટપાલ... લખ્યા જ કર્યા! પાંચ હજાર તાર અને પાંચ હજાર ટપાલ મારા ઉપર આવ્યાં છે. મેં કહ્યું, એ તો અમે ટપાલખાતાના શ્રેયાર્થે કામ કરીએ છીએ ! કલ્પના કરો, આપણે ધર્મને કાં લઈ ગયા છીએ ? બહુ વેદનાની વાત છે! કઈ પરિસ્થિતિમાં મૂક્યો છે આપણે આ ધર્મને ? એક વખત સંગીતકારોમાં વિવાદ જાગ્યો કે, સિતાર વગાડતી વખતે અંગૂઠો તાર ઉપર કઈ રીતે રહેવો જોઈએ? એમાં બે ભાગ પડી ગયા એક ખાનદાની સંગીતકાર અને એક બિનખાનદાની સંગીતકાર ! એટલે યુવામાાસને સમજવાની સૌથી મોટી જરૂર છે! અને એનું કારણ છે Age of Information & Technology! એક જમાનો હતો જ્યારે આપણે કહેતાં હતાં કે TV ન જુઓ! આજે એક વાસ્તવિકતા છે કે, કોઈ માણસ કહે છે કે હું TV નથી જોતો તો માનવમાં ન આવે ! જેમ ડૉ. પ્રીતિબેને કહ્યું તેમ, અઠવાડિયામાં એક દિવસ No TV Day હોવો જોઈએ! એ બરાબર છે ! બાકી TV ન જોઈએ તો આ સુનામીની ખબર કેવી રીતે પડે? આ જ વાસ્તવિકતા છે અને આ વાત છે Communicationની! જૈન સમાજને યુવાનો સુધી પહોંચાડવા... વિદ્યાર્થી માટે વિદ્યાર્થીની જ ભાષા જોઈશે ! થોડા સમય પહેલાં અમદાવાદના નગરશેઠના વંડામાં એક સ્થાનકવાસી મહાત્માની શિબિર હતી. ત્યાં મારે જવાનું થયું. મહાત્માએ કહ્યું, આ કુમારપાળ આવ્યાં છે, જેને જે પ્રશ્ન પૂછવો હોય તે પૂછજો ! જ્ઞાનધારા Jain Education International ૨૦૮ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy