SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિ કટિબદ્ધ બને છે. આ મનનો વેરભાવ બીજાને નુકશાન પહોંચાડે કે નહીં પરંતુ વ્યક્તિને તો જરૂર નુકશાન પહોંચાડે છે. ક્રોધથી ગુસ્સાથી શરીરમાં એડ્રીનાલીન અને નોરએડ્રીનાલીન નામના અંતઃસ્ત્રાવોનું પ્રમાણ માત્રા વધે છે. આ અંતઃસ્ત્રાવો રક્તવાહિનીને સંકોચે છે જેથી બ્લડપ્રેશર વધે છે. હૃદયને વધુ લોહીની જરૂર પડે છે પણ સંકોચાયેલી ધમનીઓ હૃદયને પૂરતો લોહીનાં જથ્થો પહોંચાડતી નથી, જેથી હૃદયરોગની શક્યતાઓ વધી જાય છે. મગજને તેમજ કીડની વગેરે અવયવોને નુકશાન કરે છે. સત્ય : જ્યારે વ્યક્તિ જૂઠું બોલે છે ત્યારે એક જૂઠને સત્ય બનાવવા અનેક જૂઠનો સહારો લેવો પડે છે છતાં જૂઠ ક્યારેય સત્ય થઈ શકતું નથી. સત્ય બોલનારને ક્યારેય બોલેલું યાદ રાખવું પડતું નથી. અપરિગ્રહ : જે વ્યક્તિ પોતાની જરૂરિયાતો ઓછામાં ઓછી રાખે છે તે સંતોષપૂર્વક જીવન જીવે છે. આપણી પાસે અનેક વસ્તુનો જથ્થો પડ્યો હોય છતાં આભૂષણો, કપડાં વસ્તુની ખરીદી કરતા હોઈએ છીએ જે પરિગ્રહ છે. પરિગ્રહથી લોભ, ઈર્ષા અસમાનતાનો ભાવ ઉત્પન્ન થાય છે. ચિતને અશાંત કરે છે. બ્રહ્મચર્ય : બ્રહ્મચર્યથી ચિત્તવૃત્તિ સ્થિર થાય છે સંયમિત જીવન મનની અશાંતિની અવસ્થા ઉભી થવા દેતી નથી. અસ્તેય : મનથી કે કર્મથી ચોરી ન કરવી. ચોરી કરનાર વ્યક્તિ હંમેશાં ડરથી પીડાયા કરે છે અને અશાંત રહે છે. જૈન ધર્મના ઉપવાસ, આયંબિલ, ચોવિહાર વગેરે તપથી વ્યક્તિની ત્યાગ ભાવના વિક્સે છે અને મન ઉપરનો કાબૂ વધે છે. જેથી મન સ્થિરતા ધારણ કરે છે. માનસિક શાંતિ માટે હકારાત્મક અભિગમ ખૂબ જ જરૂરી છે. આજના યુગમાં સુખ અને માનસિક શાંતિ અનુભવવા ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશને જીવનમાં વણી લઈએ, તેવા જ આચાર વિચારને ઉચ્ચાર કરીએ, તો જ જીવન સાર્થક થયું કહેવાય. જ્ઞાનધારા Jain Education International ૧૯૭ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy