________________
ઓર્ગેનિઝમ રચે છે. તે કોઈ અતંત્ર (કેઅટ્ટિક-અસ્તવ્યસ્ત) સંગ્રહસ્થાન રૂપે ત્યાં રહેતા નથી. તેઓ એકબીજા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સંકળાયેલા રહે છે. સ્થાનિક હવામાન, આંતરિક ભૂમિગત જલ સ્રોત, તે એરિયાની ભૂમિ અને તેનો ઇતિહાસ પણ આ બાયોટિક કોમ્યુનિટી સાથે સંવાદ રચે છે. બધું સંબંધથી જોડાયેલું છે. ત્યાંની હવામાનની ખાસિયત એ નક્કી કરે છે કે જમીન કેવા પ્રકારના ખડકના વિઘટન (disinlegration) થી બનેલી છે અને કેવા પ્રકારના જીવોની વસાહતો કે કોલોની ક્યારે અને ક્યાં વસશે ! આ કોમ્યુનિટી સતત આસપાસની અચેતન પરિસ્થિતિ સાથે પણ પ્રક્રિયા કરે છે. આમ આ આખી પૃથ્વી પર અનેક સંકુલો કે Comphxec રચાયેલાં છે. આ સંકુલો દ્વારા Genetic libraryઓ ઊભી થઈ છે. આ એક એવી લાઇબ્રેરી છે. જેમાં લાખો પ્રજાતિઓ અલગ અલગ જનીનોવાળાં જીવસમૂહો અને તેથી વૈવિધ્યપૂર્ણતા - Biodiverityનો કલ્પ રચવામાં આવે છે. હજારો ધાન્યોની વિવિધ જાતો, જંગલી વૃક્ષોની લાખો પ્રજાતિઓ અને પ્રાણીઓની નસ્લ કે ઔલાદ અસ્તિત્વ ધરાવતી હતી પરંતુ આ વૈવિધ્યનો નાશ કરી માનવી ફક્ત પોતાને અનુકૂળ આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવા માર્ગ છે.
જૈનદર્શન આ Bio diversity જીવવૈવિધ્યની રક્ષા માટે અને માનવીની આ ટૂંકી દૃષ્ટિને સુધારવા માટે પ્રયત્ન કરે છે. શ્રી ભગવતીજી સૂત્રમાં કહ્યું છે તેમ
पुढविकाइया सव्वे समवेदणां समकिरिया
પૃથ્વીની જેમ બધાં જ કાર્યોને સરખી સંવેદના હોય છે.
જ્ઞાનધારા
Jain Education International
→
给
૧૬૪
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org