________________
વાતાવરણમાં સંઘરાઈ રહે છે. હવે એ દૃષ્ટિએ જ વિજ્ઞાન પણ પૃથ્વી પર થઈ ગયેલા મહાન ચિંતકો મહામનીષિઓની વાત કરતાં કહે છે કે ક્યારેક કોઈક એવું યંત્ર શોધાશે કે જેની મદદથી ભવિષ્યમાં આપણે જીસસ, રામ, બુદ્ધ કે મહાવીરની વાણીને એના અસલ સ્વરૂપે કરી સાંભળી શકીશું- ખુદ એમના જ અવાજમાં !
પ્રકાશછાયા : પ્રકાશ વિષેની જૈન-મીમાંસા પણ તદ્દન મૌલિક રહી છે. પ્રકાશ પણ એક પદાર્થ છે ને પરમાણુઓનો બનેલો છે. તે જ રીતે અંધકાર અને છાયાને પણ પ્રકાશથી અલગ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. અંધકાર એ પ્રકાશનો અભાવ નથી.
હવે પ્રકાશમાંથી સતત પરમાણુઓ ખરતા રહે છે. ટોર્ચ દબાવતાં જ પ્રકાશનો જે શેરડો દેખાય છે એ વાસ્તવમાં પ્રકાશનાં પરમાણુઓની તેના સ્ત્રોતથી અલગ થઈ આગળ વધવાની પ્રક્રિયા છે. અને જ્યાં સુધી એ પરમાણુઓ તદ્દન વેર-વિખેર ન થઈ જાય ત્યાં સુધી આ યાત્રા અવિરત ચાલુ રહે છે. પ્રકાશનો સ્રોત રહે કે ન રહે, પ્રકાશના પરમાણુઓ ગતિ કરતાં રહે છે. ટોર્ચનો એક શેરડો જો આકાશમાં, ફેંકવામાં આવે ને પછી ટોર્ચ બંધ કરી દઈએ તો પણ જ્યાં સુધી કોઈ બાધા ન આવે ત્યાં સુધી પ્રકાશના પરમાણુઓની અનંતયાત્રા ચાલુ રહે છે. વિજ્ઞાન પણ આ શક્યતાઓ - સંભાવનાઓ વિષે વિચારતું થયું છે કે આકાશમાં અત્યારે જે તારકો-નક્ષત્રો દેખાય છે. તે અત્યારે ત્યાં ન પણ હોય કે તદ્દન નાશ પણ પામ્યાં હોય! પૃથ્વીથી લાખો પ્રકાશ-વર્ષ દૂર એક તારાના પ્રકાશને પૃથ્વી પર પહોંચતાં વર્ષો લાગે છે અને એ પ્રકાશ પૃથ્વી સુધી, આપણી આંખ સુધી પહોંચે ત્યાં સુધીએ તારો ત્યાંથી ખસી ગયો હોય કે નાશ પણ પામ્યો હોય એ સંભવ છે.
છાયા / અંધકાર પ્રકાશની જેમ છાયા અને અંધકાર પણ પૌદ્ગલિક છે. ને એના પરમાણુઓ પણ વાતાવરણમાં ખરતા રહે છે. દરેક પદાર્થ, એ જીવ હોય કે જડ, એને પોતાનું એક આભામંડળ (પ્રકાશ) અને એક છાયા
જ્ઞાનધારા
૧૫૬
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org