SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ હાનિકારક હદે વધારી નાંખે છે. 'Discovery' ચેનલ પર આના વિષે એક વિશેષ કાર્યક્રમનું પ્રસારણ થયું હતું, જેમાં વિશિષ્ટ કેમેરાની મદદથી ઈથરમાં પડેલાં આ ગાબડાની તસ્વીરો બતાવવામાં આવી હતી. આ બાબત જ ‘ઈથર’ કે ધર્માસ્તિકાય એક દ્રવ્ય હોવાનું પુરવાર કરે છે. અધર્મ : અધર્માસ્તિકાય નામક સ્થિતિ-સહાયક દ્રવ્યનું વૈજ્ઞાનિક નામ છે ક્ષેત્ર. અત્યાર સુધી વિજ્ઞાન ન્યૂટનના ગુરુત્વાકર્ષણને જ વસ્તુની સ્થિતિનું-સ્થિરતાનું કારણ માનતો. પરંતુ આઇનસ્ટાઈનના સાપેક્ષવાદ Law of Relatnty એ સાબિત કરી આવ્યું કે ગુરુત્વાકર્ષણ નહિ પરંતુ પદાર્થની સાપેક્ષ ગુરુતા જ પદાર્થને પૃથ્વી તરફ ખેંચે છે ને પૃથ્વી સાથે ઝકડી રાખે છે. પૃથ્વીના વાતાવરણની બહાર એ ક્યાંય ફેંકાઈ જતા નથી. વિજ્ઞાન માટે ‘ઈથર’ પણ હજુ એક અણઉકેલ કોયડો છે એ જ્યારે ઈથરને પૂરેપૂરું સમજી લેશે ત્યારે ધર્મ-અધર્મને પણ આપોઆપ સમજી જશે, સ્વીકારી લેશે. અગાઉ કહ્યું તેમ જૈન-દર્શન મુજબ આ જગત માત્ર છ દ્રવ્યોનું બનેલું છે. અને આ છ દ્રવ્યો જેમાં છે, તેને ‘લો' કહે છે. એટલે કે જેમાં પદાર્થ, ચેતન, આકાશ ગતિ, સ્થિતિ અને કાળ એ છએ દ્રવ્યો છે એ લોક જૈનધર્મ વિરોધી યુગલોના સહ-અસ્તિત્વમાં માને છે. માટે જ કહે છે કે લોક છે, તો અલોક પણ છે જ. જ્યાં આ છ દ્રવ્યો છે એ લોક તો જ્યાં આ છ દ્રવ્યોમાંનું એક પણ નથી. એ અલોક લોકની સરખામણીએ અલોક અતિ વિશાળ છે. હવે વિજ્ઞાન પણ કણ-પ્રતિકણ Universe (વિશ્વ) Antiuniverse (પ્રતિવિશ્વ)ની વાત કરવા લાગ્યું છે. કાળ દ્રવ્યની પણ જરા વાત કરી લઈએ. જૈન-દર્શન પ્રમાણે કાળના મુખ્ય બે વિભાગ છે. ઉત્સર્પિણી અને અવ-સર્પિણી. જે કાળમાં પ્રાણીમાત્રના આયુ, ઊંચાઈ, દેહમાન વધતાં જાય એ ઉત્સર્પિણીકાળ. અવસર્પિણીમાં એથી ઊલટું બને છે. આ બંનેના છ-છ આરામાં વિભાજન થાય છે ને દરેક આરો હજારો વર્ષોનો હોય છે. હાલ આપણે અવસર્પિણી કાળનાં પાંચમા આરામાં છીએ કે જેમાં આયુ, દેહમાન વ. ઉત્તરોત્તર ઘટતાં જાય, સુખ ઘટતું જાય ને જ્ઞાનધારા ૧૫૪ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy