SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ “જંબુદ્વીપ (લઘુ) સંગ્રહણી અને આધુનિક વિજ્ઞાન,” “દિશા શાસ્ત્ર', “તપથી થતાં લાભોનું વૈજ્ઞાનિક રહસ્ય.'' અને આવા બીજા અનેક મુદ્દાઓની વિશદ છણાવટ કરી છે. આ સિવાય જેમ જેમ વિજ્ઞાન વિકાસ સાધશે તેમ તેમ ભગવાન મહાવીર દર્શિત જૈનદર્શન જગતની સમક્ષ વધુ ને વધુ વૈજ્ઞાનિકતા સાથે ઉદ્ઘાટિત થતું જ થશે. પરંતુ વિજ્ઞાન ખુદ કહે છે. “અમે અપૂર્ણ છીએ અને હજુ વધુ રહસ્યોની શક્યતા છે જે અમે હજુ શોધી શક્યા નથી.'' કારણકે જૈનદર્શન કહે છે તેમ અનંત ગુણ ધર્માત્મક પદાર્થોને છદ્મસ્થ (કેવલજ્ઞાન નથી થયું તેવા) જોઈ જાણી શકતા નથી. જ્યારે કેવલજ્ઞાની (પૂર્ણજ્ઞાની) તીર્થંકરોએ જ અનંત ગુણધર્માત્મક લોકને પોતાના જ્ઞાનમાં જોઈ - જાણી અભિવ્યક્તિ કરી છે. આપણે પાંચમા આરાના ‘વક્ર અને જડ’ (વંકજડા)નું લક્ષણ ધરાવતા જીવો છીએ. એટલે આપણે તો એ વિચારવાનું છે કે જ્યારે મતિ અતિ મંદ હોય, વિષય અતિ ગહન હોય અને સમય અતિ અલ્પ હોય ત્યારે બુદ્ધિમાને શું કરવું જોઈએ? પાંચમાં આરાના જીવોનું મતિ-શ્રુતજ્ઞાન પણ ઓછું નિર્મળ અને વધુ નિર્બળ છે. લોકનાં રહસ્યો અને આત્માનું સ્વરૂપ અતિ ગહન છે. તો વર્તમાનના આયુષ્યો અતિ અલ્પ છે, એ વાત સર્વ સ્વીકાર્ય છે. તો હવે અતિ દુર્લભ મનુષ્યભવમાં જૈનદર્શન પામી તેની શ્રદ્ધા પ્રતીતિ કરી કેવલીગમ્ય તત્ત્વનો સ્વીકાર વૈજ્ઞાનિક ભૂમિકાએ કરી જીવનમાં સમ્યક્દર્શન પામીએ તો જ ત્વમેવ સબં બં નીશે વેડ્વ'' નો ભાવ ભવાંતરમાં ભગવાન બનવાનું ‘બીજ’ બની શકે અને બોધિબીજ બની કેવલજ્ઞાનની વિરાટતા પ્રગટાવી અંતિમ ધ્યેય પ્રાપ્ત કરાવી શકે. કેવલીની વાણી એ ગ્રંથિ રહિત નિગ્રંથ પ્રવચન છે અને આવું નિગૂંથું પાવયણમ્...... સમ્ - સંપૂર્ણ સત્ય છે લઘુત્તરમ્ - જેનાથી ઉત્તર એટલે શ્રેષ્ઠ બીજું નથી એવું સર્વોત્તમ વૈવત્તિયમ્ - સંપૂર્ણ શાની - કેવલજ્ઞાની દ્વારા પ્રરૂપિત છે. ૧૪૮ જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ જ્ઞાનધારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy