________________
બચી આધ્યાત્મિક રીતે આત્માને કર્મથી બચાવે છે તો લૌકિક રીતે પર્યાવરણનો રક્ષક બને છે ઈંગાલ કમ્મે, વાકમ્મે..... સરહદતલાગ પરિસોસશિયા... સુધીના કર્માદાનોનું વિજ્ઞાન વિશ્વને સમજાવવામાં આવે તો જ પર્યાવરણની રક્ષા થઈ શકે. શ્રાવકની આચારસંહિતા જો વિશ્વમાં સ્વીકાર્ય બને તો છઠ્ઠો આરો આવી જ ન શકે, અને ‘અચ્છેરું' (આશ્ચર્ય) સર્જાય.
ભગવાન મહાવીરથી મોટો કોઈ માનસશાસ્ત્રી કે આરોગ્યશાસ્ત્રી જગતે જોયો નથી. અનાદિની જીવની ચાર સંજ્ઞા-અશુભ લેશ્યા, કષાયો અને અજ્ઞાનનું યથાર્થ સ્વરૂપ બતાવી, સાધુ-શ્રાવક સમાચરીના અતિક્રમ-વ્યતિક્રમઅતિચાર-અનાચારની સાવધાની બતાવનાર મહાવીર મહાવૈજ્ઞાનિક છે. બાર પ્રકારના તપમાં આત્યંતર અને બાહ્ય તપના પ્રકાર અલ્પજ્ઞોની સમજ માટે પાડ્યા છે બાકી તો જે પ્રક્રિયા આત્માથી કર્મને છૂટી પાડવાની પ્રક્રિયા છે તે જ તપ છે અને તેની સૂક્ષ્મતા અને સ્થૂળતાના આધારે ભેદ સમજાવ્યા છે વળી તપનું સાચું રહસ્ય શારીરિક-માનસિક, અને આધ્યાત્મિક આરોગ્યની ઉત્તમોત્તમ ભૂમિકા પૂરી પાડી વિશ્વ આરોગ્યનું એકમ બને છે. વાત, પિત્ત, કફ ત્રિદોષને અનુરૂપ પ્રકૃતિ પ્રમાણે તપ કરવાનું વૈજ્ઞાનિક રહસ્ય વિવિધ પ્રકારના તપોના વિધાનમાં સમાવ્યું છે, તો શારીરિક નિર્બળતાવાળા જીવોને માટે આપ્યંતર તપની આખી યોજના સમજાવી દીધી છે.
છ દ્રવ્યની આ એક લિમિટેડ કંપની એટલે જ આખું વિશ્વ - આખો લોક. જેમાં સૌનો સહિયારો વહીવટ છે. જીવ, અજીવ, (પુદ્ગલ) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. આ છએ છ દ્રવ્ય તેની ખુદની પ્રકૃતિથી જ કાર્યો કરે છે અને એથી જ લોક વ્યવહાર સ્વયં સંચાલિત છે. પરંતુ માનવ તેનો માલિક બનવાનો વિચાર કરે છે અને સ્વયં અવૈજ્ઞાનિક બની અરાજકતાને નોતરે છે. જૈનદર્શન દર્શિત આ છ દ્રવ્ય ઉપરાંત ૭મું દ્રવ્ય શોધવું અસંભવિત છે. જીવદ્રવ્યની કે આત્મદ્રવ્યની સ્પષ્ટતા જ જૈનદર્શનની વિશિષ્ટતા નથી. બાકીના પાંચ દ્રવ્ય માટે પણ વિજ્ઞાને જૈનદર્શનમાંથી માર્ગદર્શન મેળવ્યું છે. આ રીતે આપણે સંક્ષેપમાં જેની
માત્ર
જ્ઞાનધારા
૧૪૬
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org