________________
‘બ્રાહ્મી' જેને ગણધરો નમસ્કાર કરતા કહે છે નમો મીત્રે સિવિલે...... રોનાલ્ડનામેથ નામના વૈજ્ઞાનિકે પણ ઉચ્ચારિત શબ્દને ‘ઈલેક્ટ્રોવાયબ્રેશન ફીલ્ડમાંથી પસાર કરી સામેના કેમીકલ સ્ક્રીન પર શબ્દોના સ્થિર ચિત્ર દ્વારા યંત્ર-મંત્રનું સંવિધાન શોધ્યું હતું. એટલું જ નહીં, સંસ્કૃત ભાષામાં રચિત ભૈરવાષ્ટક દ્વારા સ્ક્રીન પર ભૈરવનું ચિત્ર મેળવ્યું હતું. શ્રી સૂક્ત દ્વારા શ્રી યંત્ર રચાયું હતું.
જેને પ્રકૃતિના તમામ અંશો પામી શકે એ વીતરાગવાણીને શબ્દ-નાદધ્વનિથી ઝીલે માનવો, અને ભાષાના આકારોને ઓળખે દેવો, તો સ્પંદનો સ્પર્શે તિર્યંચોને. આમ બાર પ્રકારની પરિષદમાં સૌ કોઈ પોતપોતાની ભાષા સમજી જાય એવું વર્ણન સમવસરણમાં બેઠેલાં સૌ માટે શાસ્ત્રોમાં આપેલ છે તે તદ્દન વૈજ્ઞાનિક તથ્ય છે.
ભગવાન મહાવીરની દેશનાના લય-ધ્વનિ માટે કહેવાય છે. એ સાંભળતા ચંડકોશિયો કે દઢપ્રહારી, અર્જુનમાળી જેવા પણ પીગળી જતા અને પશ્ચાત્તાપથી પાવન થઈ જતાં. આ લયનો, રાગનો પ્રભાવ શું હશે! ઇતિહાસ બતાવે છે. મુગલ બાદશાહ અકબરના સમયમાં તાનસેન અને બૈજુ વચ્ચેના સંગીત મુકાબલામાં તાનસેને એક રાગ દ્વારા કાળમીંઢ પથ્થરને પીગળાવી પાણી કર્યાના સાક્ષી અનેક હતાં. સંગીતશાસ્ત્રમાં એ રાગ ‘માલકૌંસ’ના નામે જાણીતો છે. અનંત કરુણામૂર્તિ મહાવીરના સમવસરણમાં વહેતી વાણી માલકૌંસમાં જ આંદોલિત હતી. કાળમીંઢ હૈયા અને કાળમીંઢ કર્મોને પીગળાવવાનો મહાવીરનો અનંત ઉપકાર કેમ ભૂલાય ?
જૈનદર્શન કહે છે. વીતરાગ પરમાત્મા જ્યાં વિચરે ત્યાં ૧૨-૧૨ યોજનમાં શીતળતા-સહિષ્ણુતા અને સમતાનું વાતાવરણ રચાઈ જાય. વર્તમાન વિજ્ઞાને ‘આભામંડળ' પર ઘણું સંશોધન કર્યું છે. કિર્તિયન ફોટોગ્રાફીએ જીવનમાંથી ઊઠતી નકારાત્મકતા અને હકારાત્મકતામાંથી પ્રગટતા પ્રભાવોનું વિશ્લેષણ કર્યું છે. પૂર્ણ વીતરાગતા પૂર્ણ પ્રભાવક બની આખા આકાશને બદલી નાંખે, પવિત્ર આત્મા જ્યાં જાય ત્યાં આકાશનું
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
જ્ઞાનધારા
Jain Education International
૧૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org