SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ જીવદયાના તથા માનવ સેવા અને અહિંસાના મંત્ર વડે વિશ્વના લાખો લોકોની ચેતના જગાવી છે. ને એ દ્વારા ભારત રાષ્ટ્રનું જ નહિ સમગ્ર વિશ્વનું કલ્યાણ સાધવા અગણિત પ્રયાસ કર્યા છે. વિશ્વના બધા જ પ્રશ્નોનો ઉકેલ જિનશાસને ચીંધેલી અહિંસા, જીવદયા, અપરિગ્રહમાં સમાયા છે. પણ એ માટે આપણે સૌ શ્રાવક શ્રાવિકાઓએ એ સિદ્ધાંતોને જીવંત રાખવા પ્રમાદ ત્યજી ઘેર ઘેર જવું પડશે. જ્યાં ક્યાંય માનવ જીવ, પશુ કે પંખી દુભાતા હશે ત્યાં જઈને એ બધાને યાતના મુક્ત કરવા પડશે. શ્રદ્ધા અને માંગલ્યનાં ગીત ગાવાં પડશે. આપણા હૃદયમાંથી કારુણ્યની મંગલ પ્રેમધારા વહાવવી પડશે. પ્રજા પ્રજા હાથમાં હાથ ગૂંથી વસુધૈવ કુટુંબકનો સંદેશ વહેતો કરે એ માટે આપણે પ્રયત્નશીલ બનવું પડશે. સૌને સમજાશે કે અઢી હજાર વર્ષ પહેલાં પ્રબોધેલી અહિંસા અને જીવદયા આજે સૌથી વધુ પ્રસ્તુત છે. ને ત્યારે થશે અણુપરીક્ષણને બદલે અહિંસા પરીક્ષણ, પ્રેમ પરીક્ષણ, શાંતિ પરીક્ષણ, શસ્ત્રો આપોઆપ મ્યાન થઈ જશે. સર્વત્ર શાંતિના રાસ રચાશે. જિનશાસનનો જયજયકાર કેવળ ભારતમાં જ નહિ વિશ્વભરમાં થશે. જગત હાશની અનુભૂતિ કરશે. સૌ દુ:ખી દીન લોકો માટે જિનશાસન, જૈનધર્મ ‘વિશ્રામ સ્થળ' અને ‘વિશ્વાસ સ્થળ' બની રહેશે. સંદર્ભ પુસ્તકો (૧) શ્રીમદ્ રાજચંદ્ર ‘જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું' નિગ્રંથ પ્રવચન (અગાસ) - (૨) તીર્થંકર ચરિત્ર – મુનિ સુમેરમલ (લાડનૂ) અનુવાદ - રોહિત શાહ (૩) અસ્તિત્વનો ઉત્સવ – ગુણવંત શાહ (૪) ભગવાન મહાવીર - ગુણવંત શાહ (૫) પુણ્યની પરબ સાધર્મિકની સંગત - આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ (૬) શું આ અમદાવાદ છે ? આચાર્ય વિજયરત્ન સુંદરસૂરિ (૭) ઝેર જ્યારે નીતરી જાય છે. આચાર્ય વિજય રત્નસુંદર સૂરિ (૮) ભક્તામર અંતસ્તલનો સ્પર્શ ઃ આચાર્ય મહાપ્રશ અનુવાદ શાહ કાનધારા Jain Education International ૧૧૦ For Private & Personal Use Only - રોહિત જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy