SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ 888888888888888888888888888888888888, નિંદાપકા BBBBBBBBBBURU BUBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBUBBBBBBBBBBBBBBBBBS કરવાથી; પછી તે ઇચ્છાથી કે અનિચ્છાથી પણ જેટલું સહન કરવામાં આવે છે તેટલું પૂર્વે જે કર્મ બાંધેલું છે તેમાંથી ઓછું થાય છે. આ સહનશીલતાથી અકામ નિર્જરા થાય છે, જે અકામ નિર્જરા એકેંદ્રિય જીવોથી લઈ પંચેદ્રિય જીવો પર્યત મિથ્યાદષ્ટિવાળા સર્વને કાયમને માટે હોય છે. જે જે વ્યક્તિઓને સકામ નિર્જરા કરવાની સત્તા હોતી નથી અગર છે તો તેવી નિર્જરાને લાયક હોતી નથી તે તે વ્યક્તિઓને અકામ નિર્જરા હોય છે, એટલે કે પૂર્વ કર્મના ઉદયે દુઃખો આવી પડે છે તે સહન કરવાથી પૂર્વ કર્મ ઓછો થાય છે; પણ આત્મજાગૃતિ ન હોવાથી અજ્ઞાન અને રાગદ્વેષપૂર્વક તે પૂર્વ કર્મ ભોગવતાં નવીન કર્મ બંધ કરે છે. આવી રીતે વિશ્વમાં છે. દરેક મનુષ્ય બલકે પ્રાણીને માટે અકામ નિર્જરા તો છે જ. આ સિવાય પણ જે પંચધૂણી તપાવી, અજ્ઞાન તપશ્ચર્યા ઉપવાસાદિથી કરવી, વગેરે કષ્ટદાયક ક્રિયા પોતાનું આત્મબલ જાગ્રત થયા સિવાય અજ્ઞાનભાવથી કરવામાં આવે છે, તે સર્વથી અકામ નિર્જરા થાય છે, તેમ જ તે ક્રિયાઓ ભાવિ દુનિયાના સુખની ઇચ્છાથી કે કાંઈ પણ આશાથી કરાતી હોવાથી તેમાંથી પુણ્ય પણ થાય છે. આ પ્રકરણ નિર્જરાનું હોવાથી અહીં નિર્જરાને જ મુખ્ય રાખીને વિવેચન કરવામાં આવે છે. તે કર્મ જેટલું ભોગવાય છે તેટલું પૂર્વના બાંધેલ કર્મમાંથી બહાર આવે છે, તેથી તેનો નાશ તો થાય છે જ. એટલે આ નાશ પામતા-આત્મપ્રદેશથી ઓછા થતા કર્મને અકામ નિર્જરા કહેવામાં આવે છે. અકામ નિર્જરા મિથ્યાષ્ટિને જ હોય છે. બાકી તે કર્મ ભોગવતાં સમ્યક્દષ્ટિના અભાવે હું હર્ષ, શોક, રાગદ્વેષાદિવાળાં પરિણામ થયા સિવાય રહેતાં નથી; અને આવા પરિણામથી નવીન બંધ પણ સાથે જ BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBUBURUBBBBBBBBBBBBBIES ૯િ૨ 38888888938888888888888888888888888888888888888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy