SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ERLAUBURBEERBABAARHERSBERBAGBRER C 21 1o Elfosi R8H8888888888A8H8X8RYI8888888888888888888888888888888888888888888888888U ટૂંકો અર્થ એવો થયો કે આશ્રવવાળી કોઈ પણ જાતની વૃત્તિ છે હું ઊઠે કે તરત જ તેને અટકાવનાર તેની વિરોધીની વૃત્તિ સામી ઊભી કરવી કે જેથી પહેલી વૃત્તિ દબાઈ જાય. મનની અશુદ્ધ ભાવનાને શુદ્ધ ભાવના વડે દબાવવી, અગર તેનો નાશ સાધવો. દૃષ્ટાંત તરીકે મિથ્યાત્વનાં પરિણામ થયાં તો તેની સામે તેના 2 વિરોધી તરીકે સમ્યક્તનાં નિર્મળ પરિણામ ઊભાં કરવાં. જેમકે નિત્યમાં અનિત્યની બુદ્ધિ થવી, દુઃખમાં સુખની ભ્રાંતિ થવી, અનાત્મ પદાર્થમાં આત્મપણાની લાગણી થવી તે મિથ્યાત્વ પરિણામ કહેવાય છે. તેને બદલે નિત્યમાં નિત્યપણાની બુદ્ધિ, સુખમાં સુખપણાની લાગણી અને આત્મામાં આત્મપણાનો નિર્ણય કરવો તે સમ્યફ પરિણામ કહેવાય છે. ઇચ્છા ઉત્પન્ન છું થઈ તો સામી અનિચ્છા, નિઃસ્પૃહતા, સંતોષ, નિરાશી ભાવની ભાવના મૂકી તેનો નાશ કરવો. ક્રોધ, માન, માયા, લોભ, હું રાગ, દ્વેષ ઈત્યાદિ વૃત્તિઓ ઉત્પન્ન થાય તેની સામે અનુક્રમે ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, વિરાગ, સમપરિણામ વગેરે ભાવવાની વૃત્તિઓથી તે પૂર્વની વૃત્તિઓનો નાશ કરવો, પણ આ વિરોધી શુભ વૃત્તિઓ એવી પ્રબળ હોવી જોઈએ કે અશુભ વૃત્તિઓને દૂર કરે અગર તેમ ન કરી શકે તો પણ ત્રાજવાના બે છાબડાંની અંદર એકસરખા વજનની પેઠે સરખું બળ તો હોવું જ જોઈએ કે જેથી અશુદ્ધ ભાવનાઓ અસર કરી શકે નહિ અને અંતઃકરણ ધીમે ધીમે શુદ્ધ થઈ શકે. સંકલ્પો નિઃસંકલ્પથી રોકવા, વચનને મૌનથી અને શરીરને સ્થિરતાથી. આ પ્રમાણે દેશથી કે સર્વથી જેવું પોતાનું સામર્થ્ય હોય તે પ્રમાણે યથાશક્તિ પ્રયત્ન કરવાથી જીવો આશ્રવને રોકી શકે છે. એટલું બરાબર યાદ રાખવું જોઈએ કે દષ્ટિ સમ્યફ થયા 3GBUBURBURURUBUBUBARUSUBURUBUBURURUBURBBBBBBBURURUAKBURURGBUBURBURURULUB ૧. સર્વ વસ્તુના ત્યાગની ભાવના. EccealalalalalalRRACRURUAREA Realalalalala Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy