________________
નિદuપકા 38888888888888888888888888888888888
SOSUBURBEKRUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBBC
કરવી, ધર્મશ્રવણ કરવો, સંસારથી ભય રાખવો, પ્રમાદ ઓછો કરવો, પરને ઉપકાર કરવો, ગરીબ અનાથાદિને મદદ કરવી. સર્વ જીવો ઉપર મૈત્રીભાવ રાખવો, ગુણીના ગુણો દેખી સંતોષ પામવો. જીવો ઉપર દયા રાખવી, ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાઓને પાણી આપવું, વસ્ત્રરહિતને વસ્ત્ર આપવા. રોગીને ઔષધ આપવા, નિરાધારને આધાર આપવો, સ્થાનરહિતને આશ્રય આપવો, પરમાત્માના નામનું સ્મરણ કરવું, દેવગુરુને નમન કરવું, તેમની સેવા કરવી, સત્ય બોલવું; હિતનો ઉપદેશ આપવો, સારા વિચારો કરવા અને વીશસ્થાનકનું આરાધન કરવું-ઈત્યાદિ. આ સર્વ સારાં કામ કહેવાય છે. આ સારા કાર્યોમાં કાંઈક આશીર્ભાવથી સુખી થવાની ઇચ્છાથી આ ભવમાં કે પરભવમાં કાંઈક ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય તેવી મમત્વની લાગણીથી જો પ્રવૃત્તિ કરવામાં આવે છે તો તેનાથી પુણ્યબંધ થાય છે..
ખરાબ કામ, જેવાં કે જ્ઞાન ભણતો હોય તેમાં અંતરાય કરવો, વિધ્ધ કરવું, જ્ઞાન આપનારને ઓળવવો, તેની નિંદા કરવી, જીવોનો ઘાત કરવો, મત્સર ધરવો, જીવોને દુઃખ આપવું, શોક કરવો યા કરાવવો, સંતાપ આપવો, આઝંદ કરવું યા કરાવવું, વીતરાગ શ્રત, સંઘ અને ધર્મના અવર્ણવાદ બોલવા, અન્ય પણ દેવાદિના અવર્ણવાદ બોલવા, જીવોને આળ આપવાં, અસત્ય માર્ગની પ્રરૂપણા કરવી, જીવોને ઉન્માર્ગે ચડાવવા, ધર્મથી ભ્રષ્ટ કરવા, અનર્થનો આગ્રહ કરવો, ગુર્નાદિકનું અપમાન કરવું, તીવ્રકષાય, ક્રોધ, માન, માયા, લોભ કરવો, ખરાબ ચેષ્ટાઓ કરવી, ઠઠ્ઠા મશ્કરી કરવાં, ઘણો પ્રલાપ કરવો (વગર પ્રયોજનનું સંબંધ વિના બોલબોલ કરવું), સહનશીલતા ન રાખવી, ઇર્ષા કરવી,
HB BUBUBURBRORSBERGEURBRUIKROBURBERURUBURBURUBBBBBBBBBBBURBEERBRUBBBBAUBURBAN
32BRER BUBURBEREDEROBZOROBBBBBBBBBBBRORUB23
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org