SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ calon ETUSI PERRESKREBSAURSPSAREBBERSALBURUA SLEBERCABRERERERURBEERBRUKERRURERERERERCABRERERURURUREREREEBRUARRRERAURE છે કેવી રીતે કરી શકશે ? કદાચ ઓળસંજ્ઞાએ પ્રયત્ન કરશે તો હું કર્મને છોડવાને બદલે કર્મ બાંધી લેવાનો પણ ભય રહેવા સંભવ છે. માટે પ્રથમ કર્મ આવવાના કારણો સમજવાની ઘણી જરૂર છે. આ કર્મ બે પ્રકારના છે, એક શુભ અને બીજું અશુભ. જે કર્મના ઉદયથી જીવો મન તથા ઇન્દ્રિયોને રે અનુકૂળ લાગે તેવા ઈષ્ટ વિષયોનો ઉપભોગ લે છે, જે કર્મોના ઉદયથી મજબૂત અને સુંદર શરીર મેળવે છે, બોલવાની અને વિચાર કરવાની શક્તિ ધરાવે છે. સારી લાજ, આબરૂ કે કીર્તિ મેળવે છે, દેવ મનુષ્યની ગતિ પામે છે, સારા કુળમાં જન્મ પામે છે, આયુષ્ય પૂર્ણ પામે છે, દેહ નિરંતર નિરોગી રહે છે. રાજ્યાદિ વૈભવ પામે છે, ઇંદ્રાદિકની પદવી પામે છે તેવા કર્મને શુભકર્મ કહેવામાં આવે છે. શુભનું બીજું નામ પુણ્ય પણ છે. જે કર્મોના ઉદયથી જીવો અનિષ્ટ વસ્તુ પામે છે, ઇચ્છા છતાં ઇષ્ટ વસ્તુ મળતી નથી, કુરૂપ કે કદરૂપ શરીર મળે છે, બોલવાની કે વિચારવાની શક્તિ હોતી નથી, દુનિયામાં જ્યાં જાય ત્યાં અપકીર્તિ પામે છે, પાંચ ઇન્દ્રિયો પૂર્ણ હોતી નથી, હલકી ગતિમાં કે હલકા કુળમાં જન્મ લેવો પડે છે, આયુષ્ય ઘણા ટુંકા હોય છે, શરીર રોગથી ભરપૂર હોય છે, ભિક્ષા માગતાં પણ પેટ ભરાતું નથી અથવા ઘણી મહેનતે પેટનું પૂરું કરે છે. ટૂંકમાં કહીએ તો ઈષ્ટ મળતું નથી અને અનિચ્છાએ , પણ અનિષ્ટ આવીને ઊભું રહે છે, તે સર્વ કર્મને અશુભ કર્મ કહેવામાં આવે છે જેનું બીજું નામ પાપ પણ છે. આ પાપ-પુણ્યને આવવાની ક્રિયામાં મન, વચન, શરીર પણ એક પ્રકારનો વિશેષ ભાગ ભજવે છે. તે મનાદિથી થતી ક્રિયાને યોગ કહેવામાં આવે છે. તે દ્વારા આવતાં કર્મને આશ્રવ કહેવામાં આવે છે. GERUPURRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRURERERRRRRRRRRRRRRREBOREBREEA SOBREREBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy