SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Ellot ElfUS, BERBEZERRUREREPERERERERUPEERRURER 282888888888888888888888888888888888888888888888888888888888888888888888888 વૃદ્ધ માતાપિતાઓના બે ચાર ભાઈઓ વચ્ચે ખાવાપીવાના વારા કરવામાં આવે છે ત્યારે કેમ પોતાની સ્ત્રીનો વારો કરવામાં નથી આવતો ? આનું કારણ કે માતાપિતામાં હવે સ્વાર્થ નથી. સ્ત્રીમાં હજુ સ્વાર્થ છે, મોહ છે એટલે તેને રજા દેવામાં આવતી નથી ઇત્યાદિ કારણોથી વિચાર કરતાં જણાઈ આવશે કે જ્યાં મોહાધીનતા છે જ્યાં અભિમાન છે અને જ્યાં સ્વાર્થ રહેલો છે ત્યાં અન્યને માટે પોષણાદિ કરવામાં કરાતી પ્રવૃત્તિ પોતા માટે જ હોવાથી તેનું પાપ પોતાને લાગે છે. વળી તેના આશ્રય તળે રહેલા માણસો તેનો હુકમ ઉઠાવે છે, તેને માન આપે છે અને તેનું કામકાજ પણ કરે છે. એ પ્રમાણે મહેનત કરીને-કામ કરીને પોષણ લેતા હોવાથી તેઓ તેના પાપમાં ભાગ પડાવે તેવા કાંઈ પણ સંયોગ હોતા નથી; એટલે પોષણ કરનાર પોષપણાના અભિમાનને લીધે જ તે એકલો જ પાપ માટે જવાબદાર છે. કેટલીક વખત પૂર્વનો દેણદાર હોવાથી પણ તેઓનું પોષણ કરવાની તેને માથે ફરજ આવી પડે છે, પોષણ લેનારા માણસો અભિમાનવૃત્તિથી કે પાપવૃત્તિથી લાવેલા ધનાદિના અનુમોદનમાં ભાગ લે છે તો તે પણ તેમાંથી પાપ ઉપાર્જન કરે છે કે શુભના અનુમોદનથી પુણ્ય ઉપાર્જન કરે છે પણ તે પાપપુણ્ય સ્વતંત્ર રીતે જુદું જ લે છે એટલે જે ધન કમાવવામાં છળ, પ્રપંચ, વિશ્વાસઘાત, દગો, જીવોનો નાશ વિગેરે છું કરવામાં આવ્યું છે તે કરતી વખતે કરનારના માનસિક અધ્યવસાય-પરિણામ વિગેરે જેવા મલિન હોય તેટલા પ્રમાણમાં તેવું પાપ તે તો ઉપાર્જન કરી જ લે છે પણ તેને અનુમોદન આપનાર તેના તરફ લાગણી ધરાવનાર પણ તેવા છે તેવા અધ્યવસાયથી તે તે પ્રમાણમાં નવીન પાપાદિ ઉપાર્જન છું કરે છે. NEEUBBERORGEBRUBBBBBBBBBBBBBBBBBBBBBWBOROBUDUBBBBBBBBBBBUBUBBBBBBBBBBBBBBBBBUAT BABBORREBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBF9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy