SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ call lol EIRUSI BURGBBBURBURGREPUBBBBBBBBBBBBBBB W 28828998888888888888888888888888888888888888888888888888888888888888888888888888 ભાવાર્થ: મારા સંબંધીઓ ઘણા છે, મારું કુટુંબ બહોળું છે, હું ઘણાનો સંબંધી છું, હું ઘણાનો પાલક છું, ઘણા જીવોનું પોષણ કરુ . વિગેરે અહંકારવાળી ભાવનાને તોડવા માટે તેની પ્રતિપક્ષી ભાવના “હું એકલો છું, અને મારું કોઈ નથી.” એ ભાવનાની અસર મન ઉપર કરવા માટે આ ચોથી ભાવના છે. સારા કર્મ કર્યા હોય કે બૂરા કર્મ કર્યા હોય પોતાને માટે કે અન્ય સ્ત્રી, પુત્રાદિ કુટુંબને માટે કર્યા હોય, તેના સારાં કે માઠાં ફળો અહીં જીવો ભોગવે છે. અહીં ભોગવાતાં બાકી રહેલાં હોય તો અન્ય જન્મમાં જઈને પણ ભોગવે છે. - આ ફળ ભોગવવાનું તેના એકલાને જ માટે નિર્માણ થાય છે કારણ કે તે કર્મ કરવામાં તેની અભિમાનવાળી હું સ્વાર્થભરેલી પ્રવૃત્તિ હોય છે અને તેમાં પણ મહાન ક્વિઝ પરિણામે જો દુષ્કર્મ કરવામાં આવ્યાં હોય પછી ભલેને તે પોતાને માટે ન કર્યા હોય છતાં તેનું ક્લિષ્ટ, ભયંકર, દુઃસહ દુઃખ ભોગવવા માટે તેને નરકમાં જવું પડે છે કારણકે આ દુનિયા ઉપર તેના કરેલ દુષ્કર્મનો બદલો મળે તેવું વિશેષ દુઃખ નથી. એટલે તે સ્થળે જવું જોઈએ. ત્યાં તે કર્મ ફળ ભોગવવામાં મદદગાર, તેમાં ભાગ પડાવનાર અહીંથી એટલે તે કર્મ જેને માટે કર્યું હતું તેના ફળ તરીકે, ઇન્દ્રિયોના વિષયોનો ઉપભોગ જેણે કર્યો હતો તેમાંથી ત્યાં કોઈપણ જતું નથી. મતલબ કે તે એકલાને જ ભોગવવું પડે છે. અહીં આ શંકા ઉત્પન્ન થાય એવી છે કે એક ઘરનો હું માલિક ધન કમાઈ લાવે છે અને તેમાંથી ઘણા મનુષ્યો તેનો ઉપભોગ લે છે, તે ઘણા જીવોનું પોષણ કરે છે તો આ ફળમાં જેમ ભાગીદાર બીજાઓ થાય છે તેમ પાપના ફળમાં પણ ભાગીદાર કેમ ન થાય ? અને જેમ અહીં તે મદદગાર શું થાય છે તેમ પરભવમાં આ મદદગાર કેમ ન થાય ? GBBUBUBURURUBURBEERBRUBUBURBRUBBERBOREBOREDPURUBUBUBURORUBEBOBUDURURUBUBURUA BABAUBERUBBBBBBBBBBBLERSDORURERERURLAUBRE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy