SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 388RUBY BABBBBBBBB3238BBBBBUBUBB2B culo Ensi P888888888888888888888888888888888888888888888888888888888888888888 ભાવાર્થ :- આ બીજી ભાવનામાં મનને અશરણતાના પુટ આપવામાં આવશે. મનને એવી ખાતરી થવી જોઈએ કે હું કોઈનું શરણ કરી શકું તેમ નથી અને મારું કોઈ પણ રક્ષણ કરી શકે તેમ નથી. આ નિશ્ચય થવાથી જે પોતે ધન, માલ, ગામ, નગર, નોકર, ચાકર, સ્ત્રી, પુત્રાદિ ઉપર માલિકી ધરાવવાનો અહંકાર કરતો હતો અથવા પોતાને ધન, ધાન્યાદિકના આશ્રય આપનારને માલિક (રક્ષણ કરનાર) માનતો હતો તે અહંભાવની ભાવનાની નિવૃત્તિ થશે. હું કોઈનો માલિક છું કે મારો કોઈ માલિક છે. હું કોઈનું રક્ષણ કરી શકું તેમ છું કે મારું કોઈ રક્ષણ કરી શકશે, આ જૂઠી ભાવનાની નિવૃત્તિ થતાં સત્ય શું છે ? રક્ષણ કોણ કરી શકે છે? મારે શું કરવું? વિગેરે વિચારની શ્રેણિ સ્ફરવા માંડશે અને તેમાંથી પોતાનું કર્તવ્ય તેને સમજાશે તેથી જ આ જગતના પ્રપંચનું મુખ્ય કારણ છે તે અહંકાર નાશ પામશે. આ દુનિયામાં દેવ એ એક મહા સમર્થ જાતિ ગણાય છે. કિન્નર પણ એક નિત્ય આનંદિત દેવજાતિ વિશેષ જ છે. તેઓનાં આયુષ્યો મનુષ્ય જાતિ કરતાં વધારે લાંબા હોય છે. લોકોમાં કહેવત છે કે દેવાણં મંછાણું) એટલે દેવો મનમાં ધારે તે કામ તત્કાળ સિદ્ધ કરે છે. શાસ્ત્રો તો એટલે સુધી જણાવે છે કે એક સમર્થ દેવનું બળ એવું છે આંખ મીંચીને ઉઘાડીએ તેટલા બારીક વખતમાં આ લાખ યોજનાના જંબુદીપને ફરતા એકવીશ વાર આંટા ફરીને પાછા આવે છે. અથવા આ પૃથ્વીને ઉપાડીને દૂર ફેંકી દેવા ધારે તો તે પ્રમાણે કરી શકે છે. આટલું બળ, લાંબું જીવન છતાં તે પોતે પોતાનું રક્ષણ કરી શકતા નથી. મરણના પાશમાં તેઓ સપડાય છે અને છેવટે ઈચ્છાએ કે અનિચ્છાએ પણ પરલોકમાં પ્રવાસ કરે છે. છે BBUBURBIOSOBORUSUBOKBVEEBRUBUBURUABZUBUBURUBURBRUIKBUREAUBURWEGBUZOBOBO 148 BBBBBBBUBURBRORUBEROBERURURUZBRUSBERUBRUS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy