________________
88888
38888888
BSW/SH/SH88888 ધ્યાનદીપિકા
લાગે છે. આમ પદાર્થ એક જ હોવા છતાં મનની જુદી જુદી માન્યતાને લીધે ઇષ્ટ અને અનિષ્ટ લાગે છે.
ગૃહસ્થધર્મમાં સ્ત્રીપુત્ર ઈષ્ટ જણાતા હતા તે જ સ્ત્રીપુત્રાદિ તેને ત્યાગમાર્ગમાં અનિષ્ટ લાગે છે અથવા પોતાના કહ્યા મુજબ નીતિના માર્ગે ચાલનારા સ્ત્રી પુત્રાદિ ઇષ્ટ હોય છે તે જ આજ્ઞા માન્ય ન કરતાં, અનીતિના માર્ગે ચાલતાં હોવાથી અનિષ્ટ લાગે છે. અથવા સારી રીતે કમાઈ કરનાર પુત્ર ઇષ્ટ લાગે છે, કમાઈ ન કરનાર અનિષ્ટ લાગે છે. કામ કરનાર નોકર ઇષ્ટ લાગે છે, કામ ન કરનાર અનિષ્ટ લાગે છે. મદદગાર માતાપિતાઓ ઇષ્ટ લાગે છે, માથે પડનાર અનિષ્ટ લાગે છે. યુવાવસ્થામાં સ્ત્રી ઇષ્ટ લાગે છે, પણ વૃદ્ધાવસ્થામાં તે અનિષ્ટ લાગે છે. સુંદર ખોરાક ઇષ્ટ લાગે છે, તેની જ બનેલી વિષ્ટા મનુષ્ય જાતિને અનિષ્ટ લાગે છે, ત્યારે તેની તે જ વિષ્ટા જાનવરને અને કીડાઓને ઇષ્ટ લાગે છે.
આ પ્રમાણે ઇષ્ટ અનિષ્ટ પદાર્થ દેખાવમાં અનેક પ્રકારે જીવોની પ્રકૃતિ રાગદ્વેષથી ભિન્ન ભિન્ન થયેલી હોય છે તે જ કારણ છે.
પદાર્થમાં શુભતા કે અશુભતા છે તે મનની માન્યતાને લીધે જ છે એમ આ ઉપરથી નિશ્ચય થઈ શકે છે. મન એમ માને છે કે આ વિષયોમાં સુખ છે ત્યારે તે તરફ અહોનિશ તે પ્રવૃત્તિ કર્યા કરે છે, ગમે તેવી રીતે તેને શિખામણો આપો, કે મહાત્માઓ બોધ આપે તો પણ તે ટેવ મન છોડતું નથી પણ મનને જ્યારે એમ જ ખાતરી થાય છે કે મારી માન્યતામાં હું ઠગાઉ છું, આનું પરિણામ જરૂર ખરાબ આવશે અને મને અનેક સંકટો વેઠવાં પડશે એ નિર્ણય જ્યારે મનને મજબૂત
૫૪ ૩૪૨ રજી.ર839/a/a8a8a8888888888888888888
Jain Education International
38/8838833883838/
For Private & Personal Use Only
www.jainelibrary.org