________________
8888888833/8/a8/88888888888888aaa8a8aX
838/s88888
&93938/88393.SRRB(RYIR/3/9/
ગમે તે હો, પણ તેઓશ્રી પૂર્ણ આત્માર્થી તો હતા જ. તેમના બનાવેલા ગ્રંથો વિશેષ પ્રસિદ્ધિમાં નથી. તેમણે સત્તરભેદી અને એકવીસપ્રકારી પૂજા બનાવેલી છે, જે છપાઈ ગયેલી છે. તથા શ્રુતાસ્વાદ નામનો એક નાનો માગધી ભાષામાં ગ્રંથ છે, જેને છેડે કૃતિમાં ‘ઉપાધ્યાયજી સકલચંદ્રજીભૂત' એમ નામ છે, તેમ જ આ ધ્યાનદીપિકાને છેડે પણ તેવું જ નામ હોવાથી આ બન્ને ગ્રંથો તેમના કરેલા છે એમ નિર્ણય થાય છે. શ્રુતાસ્વાદ ગ્રંથની એકસો બાસઠ માગધી ગાથાઓ છે અને જુદાં જુદાં પિસ્તાળીસ દ્વાર છે. તે ગ્રંથ પણ વૈરાગ્ય ઉત્પન્ન કરે તેવો છે.
આ ધ્યાન દીપિકા ગ્રંથ તેમણે ખાસ સ્વતંત્ર કરેલો હોય તેમ તો જણાતું નથી. તેમાં આવતી માગધી ગાથાઓ ઘણે ભાગે ધ્યાનશતકની છે. આ ધ્યાનશતક તે શ્રીમદ્ હરિભદ્ર સૂરિષ્કૃત બાવીશ હજારી આવશ્યકની અંદર આવેલું છે. જેની મૂળ સો ગાથાઓ છે. તેના ઉપર એક હજાર શ્લોક પ્રમાણે ટીકા છે. શ્રમણસૂત્રના વિવરણના પ્રસંગમાં ‘પર્દિ જ્ઞાનેનિં’ આ પદ ઉપર ધ્યાનશતક શરૂ થાય છે.
તે સિવાય કેટલોક ભાગ શ્રીમાન્ હેમચંદ્રાચાર્યકૃત યોગશાસ્ત્રના શ્લોકોનો છે. કોઈક શ્લોકો શ્રીમદ્ શુભાચંદ્રાચાર્યકૃત જ્ઞાનાર્ણવને મળતા પણ હોવા સંભવ છે.
બાકીના શ્લોકો નવા બનાવેલા હોય તેમ જણાય છે. એકંદર રીતે આ આખો ગ્રંથ તેઓ બનાવનાર છે તેમ કહેવા કરતાં સંકલના કરી જુદા જુદા ગ્રંથોમાંથી સંગ્રહ કરનાર તેઓશ્રી છે એમ કહીએ તો પણ અડચણ જેવું નથી.
ગમે તે હો, તથાપિ તેઓશ્રી ધ્યાનપ્રિય હતા અને તેને લઈને જ ધ્યાનના જુદા જુદા ગ્રંથોમાંથી ઉપયોગી બાબતોનોપોતાને જે પ્રિય હતી તેનો સંગ્રહ કરી શક્યા છે, જે સંગ્રહ તેમની પાછળનાને ઉપયોગી થઈ શકે તેમ છે.
તેરી રાજ
Y JURURURURURURUKÜRÜRÜKÜRÜRÜRÜRURURUKURUZURUT
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org