________________
33333333382838BBBBB333333333 RUBBEBBBBBB/F333BB
પ્રસ્તાવના)
38EUGDEBUBRUBRUBBBBBBBBBBUBURUBBBBBBBBBBBBERORUBBBBBBBBBBBBBBBGBUBURUBBBBB
આ ધ્યાન દીપિકા ગ્રંથ શ્રીમાનું તપાગચ્છીય ઉપાધ્યાયજી સકલચંદ્રજીનો કરેલો છે. આ ગ્રંથ સંસ્કૃતમાં રચેલો છે. આ ગ્રંથમાં માગધી તથા સંસ્કૃત બસો પિસ્તાળીસ ગાથા તથા શ્લોકો છે. આ ગ્રંથના કત શ્રીમદ્ ઉપાધ્યાયજી સકલચંદ્રજી, દાનવિજયજીના શિષ્ય સમજાય છે. તેઓશ્રીએ
શ્રીમાન હીરવિજયજી સૂરિ પાસે અભ્યાસ કરેલો કહેવાય છે છે. શ્રીમાન્ હીરવિજયજી સૂરિનો દેહાંત વિક્રમ સં.
૧૯પરમાં થયો ગણાય છે. તે પહેલાં આ ગ્રંથકારનો દેહાંત થયેલો સમજાય છે. આ ગ્રંથના છેલ્લા શ્લોક ઉપરથી આ
ગ્રંથ બનાવવાનો વખત ઘણે ભાગે વિક્રમ સંવત ૧૬ર૧નો છે નિર્ણત થાય છે. એટલે ઉપાધ્યાયજીની હયાતી સોળમાં સૈકામાં હતી તે વાત ચોક્કસ છે.
ઉપાધ્યાયજીની જન્મભૂમિ ચોક્કસ રીતે જાણવામાં નથી આવતી. છ દંતકથા તરીકે એમ સંભળાય છે કે તેઓશ્રી સુરતના નિવાસી વણિક કોમમાં જન્મ પામ્યા હતા. પોતાનું લગ્ન નજીકમાં જ થયેલું હતું. પોતે એક દિવસ સામાયિક
લઈને બેઠા હતા. શિયાળાનો દિવસ હતો અને ટાઢને લઈ છે વસ્ત્ર ઓઢીને બેઠા હતા. તે પ્રસંગે પ્રાત:કાળે તેમના નવોઢા
પત્ની ગુરુવંદનાર્થે આવ્યાં અને સાધુઓને વંદન કરતાં કરતાં પોતાના પતિ જે સામાયિક લઈને બેઠા હતા તેમને પણ સાધુ જાણી વંદન કર્યું. મશ્કરીમાં બીજા શ્રાવકોએ તેમને પોતાની પત્નીએ સાધુ-પૂજ્ય તરીકે વંદન કર્યાનું અને હવે તમે સાધુ થયા વગેરેનું જણાવ્યું. કહે છે કે તીવ્ર વૈરાગી એવા તેમણે ત્યારપછી થોડા જ વખતમાં ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી
શ્રમણપદ સ્વીકાર્યું. 32B0333RBURGRUBURBSORBRUBROSURLBORKORBABI3
GBBBBBBBBB BRUKERBBBBBBBBBBBBZVOORBEREBBERORUBUBUBBBBBBIKBEGBURSDUIKBERURSA
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org