SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ calloleisusBBBBBBBBBBBBBBBBBBBBBBB28RIDERS38B. (28ઠ્ઠ888888888888888888888888888888828888888888888888888888888888888888888888888888888888888888 હ. છે રીતે શુભ કે શુદ્ધ માર્ગમાં જોડી દેવાથી કર્મ નાશ કરવામાં સહાયરૂપ થાય છે. ૮. ટાઢ, તાપ, ક્ષુધા, તૃષા ઇત્યાદિ પૂર્વ કર્મના સંયોગે પરિષહો આવી પડે તો સમભાવે સહન કરવા. કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, કોઈ આક્રોશ કરે, કોઈ ગુણ ગાય, કોઈ પૂજન કરે ઈત્યાદિ પ્રસંગો આ વ્યવહાર માર્ગમાં પ્રારબ્ધ સંયોગે વારંવાર આવવા સંભવે છે. આવે વખતે મનને વારંવાર સાવચેતી આપવી કે હે મન ! કર્યા સિવાય કાંઈ આવતું નથી. જે પ્રસંગ આવી પડે છે તે આપણા કરેલ કર્મનો બદલો છે. જેટલો આવ્યો છે તેટલો ઓછો થાય છે. ફરીને તે આવતો નથી; તેમ કર્યા વગર પણ આવતો નથી; તારા પોતાના જ કરેલ કર્મનું ફળ જો સુખ હોય તો વહાલું લાગે છે તો આ પણ તારું પોતાનું જ કર્મથી મેળવેલ ફળ હોવાથી તેની ના શા માટે પાડે છે ? અને તે ભોગવવા શા માટે આનાકાની કરી દુઃખનું મૂળ વધારે છે ? સુખ લેવું અને હું દુઃખની ના પાડવી તે શું ન્યાય કહેવાય ? તારે દુઃખ ન લેવું હોય, તને દુઃખ ગમતું ન હોય તો હવેથી તેનું ફળ પ્રાપ્ત થાય તેવી ક્રિયાઓ કરતો અટકી જા; પરંતુ જે બીજ વાવ્યાં છે તે તો તારે પોતાને જ ખાવાં પડશે. ઈચ્છા હશે કે નહિ હોય, રાજી થઈશ કે નારાજ પણ તે ભોગવ્યા સિવાય તારો છૂટકો જ નથી; તો રાજી થઈને જે આવ્યું તેને પોતાનું ગણી આનંદથી ભોગવી લેવું યોગ્ય છે; તેમ કરતાં તે દુ:ખની વ્યથા કમી થશે અને નવીન બંધાતું અટકશે; વળી આ જ તારો ખરો પુરુષાર્થ છે કે “પૂર્વનું છે ભોગવતાં નવીન ન બાંધવું.” BUBURUBRUBBERVEURBRORUROBERURURURUBURBURURUBBERBERUBBBBBBBBBBBBBBBBBBBBBRA 8888888888888888888888888888888888888888888888@ી ૪૧] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy