________________
®@989SL,KARA,SGR9S9GWRGSRGR696ાન દીપિકા
પ્રવૃત્તિ કરનારા, ઐહિક સુખમાં મગ્ન થયેલા, આત્મા કે પરલોકને નહિ માનનારા પશુઓની માફક આહાર, ભય, નિદ્રા અને મૈથુનમાં જ જિંદગી ગુજારનારા વિગેરે પૌદ્ગલિક સુખમાં સુખ માનનારા જીવો, તે ભાવથી દુ:ખી છે, મતલબ કે વર્તમાનમાં સુખી છે પણ તે ભવિષ્યમાં દુઃખી થનારા છે. તેઓને યોગ્ય ધર્મોપદેશ આપી, ધર્મને રસ્તે ચડાવવા તે, તે જીવોની ભાવદયા (અનુકંપા) છે.
જ્યાં સુધી હૃદયમાં આ લોકના અને પરલોકના સુખની ઇચ્છાઓની જ્વાળાઓ બળતી હોય, જ્યાં સુધી હૃદય નિષ્ઠુરતા કે નિર્દયતા વાપરીને પણ સ્વાર્થ સાધવા ભણી દોડાદોડ કરતું હોય ત્યાં સુધી તે હ્રદયમાં ભવદાવાનળની શાંતિ કરનાર સમ્યક્ત્વ ભાવના ક્યાંથી હોય ? ક્યાંથી પ્રગટે ? મનુષ્યોએ પોતાનું હૃદય અનુકંપાથી એટલું બધું આર્દ્ર, કોમળ બનાવવું જોઈએ કે દુ:ખી જીવોને દેખી આંખમાંથી અશ્રુધારા છૂટવી જોઈએ અને તેના બચાવ માટે કે સહાય આપવા માટે જરા પણ વિલંબ ન કરતાં ન્યાયાર્જિત પોતાની મિલકતનો છૂટથી ઉપયોગ કરવો જોઈએ કે જે પામર પ્રાણી પોતાની મહેનતથી મળી શકે તેવી અને અવશ્ય નાશ પામનારી તુચ્છ વસ્તુનો પણ બીજાના ભલા માટે છૂટથી ઉપયોગ કરી શકતો નથી તે પોતે આત્મજ્ઞાન અને મોક્ષ જેવી અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ માટે બીજાની કૃપાને પાત્ર કેવી રીતે થઈ શકશે ? અથવા નિર્દયતાથી દગ્ધ થયેલા હૃદયમાં સમ્યક્ત્વનો અંકુર કેવી રીતે ઊગી નીકળશે ? અર્થાત્ હૃદયને અનુકંપાથી વાસિત (ભાવિત) કરવાથી તેમાં સમ્યક્ત્વ પ્રગટ થાય છે. આ પ્રમાણે વિવિધ પ્રકારના વિચારો અને વર્તનથી મનને સારી રીતે વાસિત કરવું તેને સમ્યક્ત્વ અથવા દર્શનભાવના કહેવામાં આવે છે. ૩.
36 JEREREREREKEKEZETERERUKURUZUKUKURURUKUKURUZ
Jain Education International
8888
For Private & Personal Use Only
www.jainelibrary.org