________________
WERBEBUBURBERRRRRRRRRRRUBBBBBBBBBBBBBBEROBERUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
SAGRERERERERERERERERRASAERERERER IS EITUSI રોમેરોમની લાગણીથી આવા નિત્યના અનુસંધાનથી અને આવા આંતરિક જીવનથી જ આત્મજ્ઞાન પ્રગટ થાય છે. આત્મલક્ષ સિવાય નિર્વાણ કોઈને પ્રાપ્ત થાય જ નહિ. એ લક્ષ જાગ્યા સિવાયનો અભ્યાસ લક્ષ વિનાના ફેંકેલાં બાણની માફક ઉપયોગી થતો જ નથી.
આલંબન તેવું ફળ. वीतरागो विमुच्यते वीतरागं विचिन्तयन् ।। रागिणं तु समालंब्य रागी स्यात्क्षोभणाद्विकृत् ॥१६७॥
વીતરાગનું ચિંતન કરતાં વિતરાગ થઈને કર્મથી મુક્ત થવાય છે. અને સરાગીઓનું આલંબન લેતાં, કામાદિને ઉત્પન્ન કરનાર સરાગીપણું પ્રાપ્ત થાય છે. | ભાવાર્થ : હું સર્વજ્ઞ છું, હું પરમાત્મા છું. આવા વીતરાગ ભાવને સૂચક (કારણ કે પરમાત્મા રાગદ્વેષાદિથી રહિત-વીતરાગ જ હોય છે) પદોનું ચિંતન કરવાથી વીતરાગના સત્ય સ્વરૂપનું, તેના ખરા જીવનનું આલંબન લઈને તેવી તેવી ભાવના પ્રમાણે મનને અહોનિશ પરિણમાવવાથી પોતામાં તે વીતરાગપણું પ્રગટ થાય છે અને
કર્મબંધનોથી મુક્ત થવાય છે. જો આ જીવ તેવા ઉત્તમ છે હું આલંબનોનું ધ્યાન ભૂલી જઈને રાગી માણસોનું આલંબન હું લેશે, તો તેના હૃદયમાં રાગની લાગણીઓ પ્રગટ થશે. નાના
પ્રકારના વિકારો પ્રગટ થશે અને છેવટે તે મર્યાદાનું ઉલ્લંઘન કરશે. કારણ કે તેણે પોતાના મનોબળનો ઉપયોગ સરાગી આલંબન સાથે જોડ્યો છે. સામું આલંબન વિકારી છે તો તે એક શિક્ષક જેવું છે. તેમાં જે ગુણ હશે, જે જે ભાવો હશે,
તે તે ગુણ, તે તે ભાવ આ હૃદયમાં પ્રગટ થશે જ. માટે તેવું હું ફળ મળે છે, એ વાત નિર્વિવાદ સિદ્ધ છે.
HERBRESKRBEGRERUPERIOREOBUBUBERCABREREBBBBBBBEREDERERSEBABEBBBBB BERRESKUS
330BURBEREBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org