________________
llot Elfos, PSRSRSREBREREBBBBBBBBBBBBBBBBBBRER
BBUBURUPURUBUBUBURBERBURUBBBBBBBURUBURBERBERURUBURUPEREREREBBBBBBBBBBBBBORE
ત્યાર પછી આ દેહ કે જેનાથી આત્મા અત્યંત જુદો છે, તે આત્મા આ દેહનો પણ જોનાર છે, દષ્ટા છે, તેનો ખરો અનુભવ કરવા માટે અર્થાત્ તે ભિન્નતા વિચારદષ્ટિથી બરોબર અનુભવવા માટે તે અગ્નિકુંડની અંદર આ પોતાના દેહને નાખી દેવો. અને પોતે તો દૂર ઊભા રહીને શરીર બળ્યા કરે છે તેમ જોયા કરવું. તે શરીર બળીને રાખ થઈ ગયું, આઠ અને સોળ પાંખડીનાં કમળો બળીને રાખ થઈ ગયાં, મંત્રમાંથી નીકળતી અગ્નિની જ્વાળાઓ હતી તેની રાખ થઈ ગઈ, અને છેવટે બહારના કુંડમાં જે અગ્નિ બળતો હતો તે પણ રાખરૂપ થઈને શાંત થઈ ગયો. આ પ્રમાણે સર્વ શાન્ત થઈ ગયું. એક રાખનો ઢગલો થઈ ગયો એમ ચિંતવી શાંતિ લેવી; કાંઈ વિચાર કર્યા વગર શાન્ત બેસી રહેવું. આ બીજી અગ્નિ સંબંધી ધારણા છે. | ધર્મધ્યાનની વાયુ સંબંધી ધારણા ततस्त्रिभुवनाभोगं पूरयन्तं समीरणम् । चालयन्तं गिरीनब्धीन क्षोभयन्तं विचिन्तयेत् ॥१५०।। तच्च भस्मरजस्तेन शीघ्रमु«य वायुना । दृढभ्यासः प्रशान्ति तमानयेदिति मारुती ॥१५१॥
ત્યારપછી પરિપૂર્ણ ત્રણે ભુવનને ભરી દેતા, પહાડોને ચલાયમાન કરતા, સમુદ્રોને ક્ષોભ પમાડતા વાયુને ચિંતવવો. તે વાયરા વડે રાખના ઢગલાને તત્કાલ હલાવીને ઉડાડી દઈને દઢ અભ્યાસવાળા ધ્યાતાએ તે વાયુને શાન્તિમાં લાવવો એ મારુતીધારણા છે.
ભાવાર્થ : આ બીજી ધારણામાં સારી રીતે પ્રવેશ થયા પછી ત્રીજી વાયવી ધારણાનો અભ્યાસ કરવો. મને બાળક
GBBURUBURBERROBRUBURURUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBEDRUKROBERURURURAM
SZUBEREBBERUBBBBBBBBBBBBBBBBBBBBBUBUROBBY 393
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org