SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ SBBBBBBBBBBBBBBBBBBRSBERERSPERSPBRE czllo EIRSI WSBURGRUBUBURBURUBBBBBBBBBBBUBUBOBOBOROBOROBUDUBUBUBUBUBUBUBBBBBBBBBBBBBBBBBS શું થાય તો સાક્ષાત્ નજરોનજર જોતા હોઈએ તેવો ભાગ હું દેખવામાં આવે છે, તેવી રીતે આ સમુદ્રને જોવો. આ વિચાર વખતે આંખો મીંચેલી રાખવી. પછી તે સમુદ્ર દૂધથી ભરેલો છે. સમુદ્રનું પાણી દૂધ જેવું છે, એમ ચિંતવવું, દૂધ જેવું પાણી દેખાયા પછી, તેમાં હજાર પાંખડીઓવાળું એક મોટું જંબુદ્વીપ જેવડું (લાખ યોજનના વિસ્તારવાળું) કમળ તે સમુદ્રની વચમાં છે એમ વિચારવું. આ કમળનાં પત્રો સોનાના જેવાં છે એમ ચિંતવવાં. તે કમળના વચલા ભાગમાં સુંદર ચળકતા પીળા વર્ણની કેસરો-કર્ણિકા ચિંતવવાં. આ કેસરો કમળના પ્રમાણમાં મોટાં ચિંતવવાં; એટલે લાખ યોજનની લંબાઈવાળા મેરુપર્વતને તે કમળના કેસરોને સ્થળે ચિંતવવો. આ વિસ્તારવાળા મેરુપર્વતના ભાગ ઉપર કલ્પવૃક્ષોની સુંદર ઘટાઓ પંક્તિબંધ આવી રહેલી છે. તેના વચલા ભાગમાં એક સુંદર શિલા આવી રહેલી છે. તેના ઉપર સ્ફટિકરત્નનું ધોળું સિંહાસન છે એમ ચિંતવવું. તે સિંહાસન ઉપર હું પોતે બેઠો છું અને કોને મૂળથી ઉખેડી ફેકી દઉં છું, આવી કલ્પના કરવી-મન એને આકારે પરિણાવી દેવું. આ વખતે આ શું ચિંતનમાં આત્મઉપયોગ એકરસ થઈ જવો જોઈએ. અર્થાત આપણે જે આ કલ્પના કરી છે તે સાક્ષાત્ અનુભવતા હોઈએ તેમ અનુભવ થવો જોઈએ. એ વાતની આપણને ખબર છે કે કલ્પનાથી કર્મબંધ થાય છે. અનેક વાર જીવો માનસિક કલ્પનાઓ એવી કરે છે કે તે નિરુપયોગી કર્મબંધ કરાવનારી અને હલકા પ્રકારની હોય છે. તો જેમ નઠારી કલ્પનાથી કર્મબંધ થાય છે તેમ સારી કલ્પનાથી આપણને સારું ફળ પણ થવું જ જોઈએ. ન્યાય બંને ઠેકાણે સરખો છે. વળી આ કલ્પનાઓમાં ઉપયોગ BURRRRREBLABERLBERREBOURBABEBBBBBBBBBBBBBBBBBBBBURUBURBRUKERUBURUPUREPROBOS BOCK&RUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBRSBURBER Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy