SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ allot ElfGSPERRORSBERERSBERUBBBBBBBBBBBBBBR 8888888888888888888888888888888888888888888888888888888888888888888888888 છે છે. લૂગડાં બદલાવવાં કે અમુક દર્શનનો વેશ પહેરવો તે વૈરાગ્ય નથી. આ લાગણી હોય તો જ વેષ પ્રમાણ છે, નહિતર વેષની વિડંબના જ સમજવી એટલે આવા વૈરાગ્ય યોગ્યતાની પૂર્ણ જરૂર ધ્યાન કરવાવાળામાં હોવાની જરૂર છે. ૩. સંવૃતાત્મા : બીજાં બધાં કાર્યોમાંથી ઉઠાવીને એક જ કાર્યમાં મનને રોકી રાખવાની શક્તિ ધ્યાન કરવાવાળામાં પ્રથમ ખીલેલી હોવી જોઈએ. એક જ કાર્યમાં મનની શક્તિનો પ્રવાહ વહેવરાવવાનું બળ આવ્યાથી ગમે તેવા ધ્યાનમાં તે સહેલાઈથી પ્રવેશ કરી છે. તે સિવાય અનેક વિકલ્પો મનમાં છે ઊઠતી વિવિધ વૃત્તિઓ, મનના પ્રવાહનું મહાન બળ જુદા જુદા ભાગમાં વહેંચી લઈ ધ્યાનના પ્રવાહને નબળો પાડી નાખે છે. આ માટે પહેલેથી જ હરકોઈ કામ કરતા હોઈએ તે વખતે તે જ કામમાં પોતાના મનને બરોબર નિયમિત રીતે પરોવીને કામ કરવાની ટેવ વધારવી, જેથી તે ટેવ ધ્યાનમાં વધારે ઉપયોગી થઈ પડશે. ૪. સ્થિર આશય : ધ્યાન કરનારમાં સ્થિરતાનો ગુણ હોવો જોઈએ. ઘડીકમાં આ કરવું અને ઘડીકમાં પેલું કરવું આવા અસ્થિર આશયવાળા જીવો કોઈ પણ કામ સિદ્ધ કરી શક્તા નથી. એક બીજ વાવ્યા પછી પણ અંકુરો ફૂટતાં પાંચ, સાત કે તેથી વધારે દિવસોની વાર લાગે છે અને તેનાં ફળ મેળવવા માટે તો મહિનાઓ કે વર્ષો સુધી રાહ જોવી પડે છે; તેમ જ ધ્યાન કરીને તેના ફળ માટેની તત્કાળ ઇચ્છા કરવી અને તરત ફળ ન મળે તો બીજા ઉપાયો યોજવા તેમ કરવાથી એક પણ અભ્યાસ સિદ્ધ ન થવા દેતાં ફળથી બેનસીબ રહેવા જેવું થાય છે. માટે ચાલુ અભ્યાસમાં મનને સ્થિર કરી લાંબા વખત સુધી નિયમિત રીતે ઉત્સાહપૂર્વક વળગી રહેવું જોઈએ. GBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB 8િ8ી - $88888888883888888888888888888888888888888૨૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy