________________
8888888888888888888888888888888888888888888 ધ્યાનEોપકા
PBBUROBOROBOROBUBURURUBBBBBBBBBBBBBBBBBBBBBORRRRRREBBBBBBBBBBBBBBBBBBBB
છે કે સાકરાદિક મીઠાશ હોય છે તે પ્રમાણે રસબંધ છે. લાડુમાં હું સુંઠ, મરી કે તેવી જાતનો મસાલો હોય છે તેમાં જેમ વાયુ
હરવાનો કે કફ મટાડવાનો ગુણ હોય છે તેમ પ્રકૃતિબંધ હોય છે. અને લાડુ મહિનો કે પંદર દિવસથી વધારે વખત રહી શકતો નથી. બગડી જાય છે અથવા અમુક દિવસમાં તે ખાઈ જવાનો હોય છે એ પ્રમાણે સ્થિતિબંધ હોય છે, ચાર એકઠા મળવાથી જ લાડુ થાય છે, તેમ આ ચાર પ્રકારની બંધન શક્તિઓ-કારણો એકઠાં મળવાથી તે શુભાશુભ કર્મબંધ તૈયાર થાય છે. પછી અવસરે તેનો અનુભવ થાય છે. આ કર્મના વિપાક જીવો અનુભવ કરે છે. તેમાં કોઈ સુખી છે, કોઈ થોડો સુખી છે, કોઈ તેથી વધારે સુખી છે, અથવા કોઈ દુઃખી છે, કોઈ થોડો દુઃખી છે, કોઈ વધારે દુઃખી છે, કોઈ તેથી પણ વધારે દુઃખી છે, ઈત્યાદિ કર્મફળભોગ અનુભવ સંબંધી-વિચાર કરવો. આ કર્મબંધનું કારણ પોતે જ છે. આત્મભાન ભૂલીને પ્રવૃત્તિ કરવાથી બંધ થાય છે. જેવો બંધ તેવો જ અનુભવ છે. આ કર્મ બાંધનાર પોતે છે. તો તે બંધ છોડનાર પણ પોતે છે. બાંધવાની શક્તિ પોતામાં હોવી જ જોઈએ, એ વિચાર કરી જે અજ્ઞાનદશામાં બંધ કર્યો છે તે જ બંધ જ્ઞાનદશાએ તોડી નાખવા માટે સાવધાન થવું અને બીજા બંધો ફરી ન બંધાય તે માટે જાગૃત રહેવું ઇત્યાદિ વિચાર કરવો તે આ ધ્યાનના વિચારનું સાધ્યબિંદુ છે. આ પ્રકારના શુભાશુભ બંધનોનો અનુભવ કરનારા જીવો તે તે કર્મના
ઉદયથી કે અનુભવથી કેવા રિબાય છે, દુઃખી થાય છે, સુખી શું થાય છે, વગેરે તરફ દષ્ટિ નાખી તે સમયે એ જ વિચાર શું કરવો કે આ તેમના અજ્ઞાનજન્ય કે અભિમાનજન્ય વિચારનું છે કે કર્તવ્યનું પરિણામ છે. મારે પણ આવો અનુભવ કરવાનો
ROBERUBBZBBBBBORGBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURU BEBOEUROBBS
ROC RBBBBBBBBBBBBBUBURBERREBRORUBEBOBLEBURUZ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org