________________
ધ્યાનદીપિકા 8 ટીશ્યુસ-39,998a69e3,986,684g
આસનનો કાંઈ નિયમ નથી તેનું કારણ બતાવે છે. સર્વ દેશ, કાલ અને આસનાદિ અવસ્થામાં વર્તતાં-૨હેતાં, મુનિઓ ઉત્તમ કેવળજ્ઞાન આદિ, આદિ શબ્દથી અવિધ, મન:પર્યવાદિ લાભોને પાપરહિત થઈને-પાપને શમાવીને (કેવળજ્ઞાનને મૂકીને બાકીના ભાવો) અનેકવાર પામ્યા છે. આ જ કારણથી અમુક દેશમાં ધ્યાન કરવું. અમુક કાલમાં ધ્યાન કરવું, કે અમુક આસને બેસીને ધ્યાન કરવું ઈત્યાદિનો કે નિયમ આગમમાં જૈન સિદ્ધાંતમાં નથી. જે નિયમ છે તે એટલો છે કે મન, વચન, કાયાના યોગોનું સમાધાન-વિક્ષેપ રહિતપણું-જેમ જ પ્રકારે રહી શકે તે પ્રમાણે પ્રયત્ન કરવા. ધ્યાનમાં દિશાનો નિયમ બતાવે છે पूर्वाभिमुखो ध्यानी, चोत्तराभिमुखोऽथवा I प्रसन्नवदनो धीरो, ध्यानकाले प्रशस्यते ॥ ११७ ॥
888888888&83888888888888888888888888888888
8888888888888/s8/88/888888
ધૈર્ય રાખી પ્રસન્ન મુખે ધ્યાન કરવાવાળાએ પૂર્વની સન્મુખ કે ઉત્તર દિશા સન્મુખ ધ્યાન વેળાએ બેસવું તે વધારે સારું છે. છતાં પણ આ નિયમ ચોક્કસ નથી. શરૂઆતમાં તો આ સર્વ નિયમો બરોબર પાળવા જોઈએ. જેઓના મન ઉપર કાબૂ આવી ગયો છે તેઓ આ નિયમો ન પાળતાં ગમે તેવી રીતે ધ્યાન કરે તો પણ હરકત નથી.
ધર્મધ્યાનનાં આલંબનો
आलंबनानि धर्मस्य, वाचनापृच्छनादिकः । स्वाध्यायः पंचधा ज्ञेयो, धर्मानुष्ठानसेवया ॥११८॥ વાચના દેવી પ્રશ્ન શંકાદિક પૂછવું ઇત્યાદિ પાંચ પ્રકારનો સ્વાધ્યાય કરવો તે ધર્મધ્યાનનાં આલંબનો છે.
3a38888888888 a:a*3/3888888&888888888888 ૨૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org