SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ Bકિ88888888888888888888888888888888888888 ધ્યાનથપિકા R8888888888888888888888888888888888888888888888888888888888888888888888888 છે જે વિચારો કર્યા હશે તથા સારા કે માઠા બનાવો અનુભવ્યા છે હશે તે સ્થળને જોતાં જ પૂર્વના સંસ્કારો ફુરી આવીને તમારા હું વિચારોમાં એકદમ સુધારો કે બગાડો, હર્ષ કે ખેદ, શાંતિ કે કલેશ ઉત્પન્ન કર્યા સિવાય નહિ રહે છતાં આ વાતાવરણ શું તમે જાણી જોઈને બાંધ્યું નથી, એ તો સ્વાભાવિક તમારા વિચારાદિ ક્રિયા-અનુષ્ઠાનથી બંધાયેલું છે. પણ જે વાતાવરણ બંધાયેલું છે તેમાં ફેરફાર કરી નાખી, જૂના વાતાવરણને વિખેરી નાખી, નવું વાતાવરણ તે જ સ્થળે બાંધવું તે બળ કે શક્તિ પણ મનુષ્યના હાથમાં છે. અને તેમ કરી પોતાના જીવને ઉચ્ચ ભૂમિકામાં લાવી શકાય છે. દાખલા તરીકે જે સ્થળે મલિન વાતાવરણ બંધાયેલું છે એમ પોતાને જણાય અથવા અનુમાન કરી શકાય કે આ સ્થળે અમુક વિચારોના મનુષ્યો રહેતા હતા તેથી વાતાવરણ મધ્યમ કે અધમ હોવું હું જોઈએ, અને ત્યાં બેસવાની જરૂર જણાય તો તે સ્થળે ઘણા જ લાંબા સ્વરે ૩ૐકારનો ધ્વનિ અનેકવાર કરવો. અને તે એટલી પ્રબળ ભાવનાથી-લાગણીથી કરવો કે આ ૐના ધ્વનિથી મલિન વાતાવરણને હું શુદ્ધ કરી દઉં છું, તો જરૂર તેમાં ફેરફાર થશે. આ વખતે આત્મજાગૃતિ પ્રબળ રાખવી કે જેથી તે વિચારવંતરોની અસર પોતાના ઉપર થવા ન પામે. બીજી રીતે પોતાના અંતરનું વાતાવરણ સુધારવું. બહારનું વાતાવરણ ગમે તેવું હોય તથાપિ અંતરનું વાતાવરણ જેનું પવિત્ર હોય છે તેને બહારનું વાતાવરણ જરા પણ અસર કરી શકતું નથી. ખરી રીતે તો અંતરના વાતાવરણને સુધારવાની જરૂર છે. જેનું અંતરનું વાતાવરણ મજબૂત નથી તેને બહારના વાતાવરણની શુદ્ધતાની જરૂર છે, કારણકે તે અભ્યાસી છે, નવીન છે. BUBUBUBUBB&XBXBBBURUBUBUBBBBBBBBBBB BUBURBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB18 RUCKBEDEROBERUBBER BREDBDBDBDBRUGSBBBBBBBBBBBB Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy