SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ 888/89B3BW 88888888883283828,83 RB338 33/38 2llo ISBERUBBBBBBBBBBBBBBBBBURURUBUBUBEBUBUBUBUBORUBUBURBBBBUBBBBRUBUBURUBBERUBUBU ભાવાર્થ : જેના હૃદયમાં વિચારદશા જાગ્રત થઈ છે, હું તેઓ ખરેખરા મનુષ્યો છે એટલે મનન કરનારા-વિચાર ? કરનારા છે, કેમકે મનુષ્યોને મન મળેલું છે. સદ્અ સનો તેનાથી વિચાર કરી શકાય છે. આવો વિચાર કરનારાઓ જ મુખ્યત્વે કરીને મનુષ્યો ગણાય; બાકીનાઓ તો મનુષ્ય છતાં મનનો સન્માર્ગે ઉપયોગ ન કરતા હોવાથી અથવા અસદુમાર્ગે મનને જોડતા હોવાથી અને પોતાના હિતાહિતનો વિચાર નહિ કરતા હોવાથી, (મનુષ્ય છતાં) જીવતાં પશુઓ સમાન છે. આવા વિચારવાન મનુષ્યો જ્યારે આ દુનિયા તરફ દૃષ્ટિ દોડાવે છે ત્યારે તેમને માલુમ પડે છે કે આ આખું વિશ્વ જન્મ, મરણ અને વૃદ્ધાવસ્થાદિના દુઃખોથી પીડિત છે. રોગ, શોક, આધિ, વ્યાધિ, ઉપાધિ વગેરે દુનિયાને હેરાન કરી રહ્યા છે. જન્મમરણનાં અનિવાર્ય એવા ચક્રો અસ્મલિત ગતિમાં પ્રયાણ કરી રહેલાં છે. અરે ! આમાંથી બચવા માટે શો ઉપાય લેવો જોઈએ ? આ વિચારશ્રેણિ તેમના આવરણનો પડદો ખસેડી આપે છે. થોડોઘણો માર્ગ કરી આપે છે. ખરો નિશ્ચય કરી આપે છે કે મારે તો આ પ્રમાણે જ વર્તન કરવું જોઈએ. મારું જીવન નિરુપાધિકપણે વ્યતીત થવું જોઈએ. જેમ ઉપાધિ ઓછી હું તેમ વિક્ષેપ, વ્યગ્રતા, વિહ્વળતા ઓછી, કર્મબંધ ઓછા. સર્વથા ઉપાધિ દૂર કરવા માટે છેવટે અણગારમાર્ગ, ત્યાગમાર્ગ એટલે ઈચ્છાઓ ત્યાગ કરવાનો માર્ગ તેમને શ્રેયસ્કર જણાય છે અને પરમ આત્મશાન્તિ માટે જ કાયર મનુષ્યોને દુઃખે ત્યાગ કરી શકાય તેવા ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરે છે અને છેવટે શ્રમણ (સાધુ)પણું અંગીકાર કરે છે. તે ગ્રહણ કર્યા BULGBUBURBEGBGBGBUBUGBUBURUBUBUBURUDUBBBORGBUBUBBBBBBBBBBBBBBBBBBBBBBBRUB RYBORUBBBBBBBBBBBBBGBUBUBBBBBBBBBBBBBGBRA Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy