SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ GBBBBBBBBBBBBPREBEBRUBBBBBBZUBEREC Llot ElfoSI SYRSASHGAN ASR8888888888888888888888888888888888888888888888888888888888888 મલિન ઈચ્છાઓનો મૂળથી ત્યાગ કરવો પડે છે. હું સુખદુઃખને સમાન અનુભવવા પડે છે. પ્રિયઅપ્રિય કે શત્રુમિત્ર કોઈને ગણવાનો નથી. ટૂંકમાં કહીએ તો કેવળ વિચાર દ્વારા જ મનને દઢ મજબૂત બનાવીને દુર્ગણો કે કર્મનો નાશ સાધવાનો છે. જે સત્ય છે તેનો ખરો અનુભવ-ખરો નિર્ણય મનને પ્રતીત કરવાનો છે. તેવા મનની લાંબા વખતની સ્થિતિથી આવરણનો નાશ થાય છે. ખરી પ્રતીતિવાળા વિશુદ્ધ મન દ્વારા જ નિવણ સાધી શકાય છે. ધર્મ કે શુક્લધ્યાનો કેવળ વિચારરૂપ જ છે. ધર્મધ્યાનમાં કેવળ મનને જ કેળવવું પડે છે. આ આમ જ છે, આ સત્ય છે, આમાં જ સ્થિર થવું, આને યાદ પણ ન કરવું, આ જ સુખરૂપ છે, આ જ છે. દુઃખનું કારણ છે વગેરે નિર્ણયોથી મનને દઢ સંસ્કારી બનાવવાનું કામ ધર્મધ્યાનમાં છે, મને નિર્ણય કર્યો એટલે આ જગત સાચું ભાસે છે, મને નિર્ણય કર્યો કે આ જગત દુઃખરૂપ છે તો દુઃખરૂપ જ અનુભવવાનું એટલે વીતરાગ પુરુષોનો જે નિર્ણય, તે નિર્ણયનો અનુભવ મનને કરાવવાથી તેવી જ પ્રવૃત્તિવાળું તે મન બની જાય છે. આ સર્વ વાતો આ ધર્મધ્યાનમાં આવશે, તે ધર્મ અને શુક્લધ્યાનના પ્રત્યેકના ચાર ચાર ભેદ છે, જે આગળ બતાવવામાં આવશે. પાપયોગથી વિરક્ત થઈ આ ધ્યાનનો આશ્રય કરવો. બાહ્ય તપશ્ચર્યા અને ક્રિયાદિ હઠયોગમાં શરીરને તથા ઇંદ્રિયોને કેવળ વિશેષ દમવી પડે છે. અને તેમ કરીને મનને સ્વાધીન કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. રાજયોગમાં કેવળ વિચાર દ્વારા મનને મુખ્યતાએ દમવાનું છે, નિર્મળ કે શુદ્ધ બનાવવાનું છે, આત્માને આધીન કરવાનું છે. અને તે મન દ્વારા ઇન્દ્રિયો કે શરીર પર શુદ્ધ વર્તનની અસર કરવામાં આવે છે BURGICZOROROORKEURUBBBUBURBURURURUBURBERUBBBBBBBBBBBBBBBBBBUREBERBROBBS રિ૩૮ 8888888888888888888888888888888888888888888888888888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy