SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ CRURIABRERERURUHURURURURLAURERERERS (Zilot Ellusi COBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBURU માલિક-મનને શક્તિ આપનાર આત્મારૂપ રાજાને જરા પણ દુ:ખ થવાનો સંભવ નથી. પોતાના માલિકના ભલા માટે અને ઇંદ્રિયોએ આ વાત ઉપર ખાસ ધ્યાન આપવું. જો તેમ કરવામાં નહિ આવે તો પછી બળાત્કારે પણ આ આજ્ઞા તે મન તથા ઇંદ્રિયોને મનાવવી પડશે. ટૂંકામાં પ્રત્યાહારનું લક્ષણ એવું છે કે ઇંદ્રિયોના વિષયોમાંથી મનને ખેંચી લેવું. તેમ થતાં ઇંદ્રિયો પોતાની મેળે જ વિશ્રાંતિ લેશે, કારણકે મનની મદદ વિના ઈદ્રિયો કાંઈ પણ કરી શકતી નથી. નિરંતરનો પ્રત્યાહાર એ છે કે, ગમે તેવા ઇષ્ટ કે અનિષ્ટ વિષયો આવી મળે તો તેમાં રાગ, દ્વેષ ન કરતાં-કાંઈ પણ આસક્તિ ન રાખતાં સમભાવે તેમનો અનુભવ કરી લેવો. ફરી તેમને યાદ પણ ન કરવા. મનને પરમાત્મ ભાવ તરફ એટલું બધું વાળી દેવું કે તે ખાવાપીવાનો અનુભવ કરતાં તેમાં કેવા સ્વાદ કે સુગંધ હતી, કેવું રૂપ હતું તેનું ભાન પણ ન રહે અને ભાન થાય તો પણ તેમાં જરા પણ આસક્તિ કે રાગદ્વેષની લાગણી ઉત્પન્ન ન થાય. આમ થાય તો ખરો જ્ઞાનમાર્ગનો પ્રત્યાહાર સિદ્ધ થયો ગણાય. આમ ન બની શકે તો વિચારશક્તિ દ્વારા તેના સ્વરૂપનો વિચાર કરી વિવેક દ્વારા આસક્તિ હઠાવવી. તેમ પણ ન બની શકે તો શરૂઆતમાં હઠયોગના પ્રયોગથી એટલે બળાત્કારથી તેને રોકવાનો પ્રયત્ન ઠીક લાગે તેણે કરવો. ઉપરના પ્રયોગો સાત્વિક છે. હઠનો પ્રયોગ તામસી છે. કેટલીક વખત તામસિક ગુણ ઘણો ઉપયોગી થઈ પડે છે. પ્રત્યાહાર સિદ્ધ થયા પછી ધારણા કરવી. ગમે તેવા લલચાવનાર વિષયો તરફ પણ ઇદ્રિયો તેનો અનુભવ લેવા ખેંચાય નહિ ત્યારે સમજવું કે પ્રત્યાહાર સિદ્ધ થયો છે. BBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB8 રિ૩છ88888888888888888888888888888888 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy