SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ BBBPRERUPERBRAUERRIBBEBERBBBBBERS Ellot Elfusi BRERURUBURBEERBRURUBURBERRURERERURUPURUBURBRO BUBBBBBBBBBBBBBBBBBBBBBBBBBBB સત્તર પ્રકારે સંયમ ધારણ કરનાર યમી, શૌચ આદિયુક્ત સંયમી, પદ્માસન આદિ આસને સારી રીતે બેસનાર આસન, પ્રાણાયામનો અભ્યાસ કરનાર પ્રાણાયામી કહેવાય છે. ભાવાર્થ : પાંચ મહાવ્રત પાળવાં, પાંચ ઇન્દ્રિયોનો જય કરવો, ચાર કષાય ઉપર વિજય મેળવવો અને ત્રણ યોગોની ગુપ્તિ કે વિરતિ રાખવી, આ સત્તર પ્રકારનો સંયમ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ પ્રકારનાં મહાવ્રત છે, તેને યમ પણ કહે છે. જેમાં હલન, ચલન વેદના સ્વભાવ હોય છે તેને જીવ કહે છે. તે જીવો શરીરની ઉપાધિભેદથી અનેક પ્રકારના છે. તે સર્વ જાતના જીવોની હિંસા મનથી, વચનથી અને શરીરથી ન કરવી, ન કરાવવી અને કરનારાઓને અનુમોદન ન આપવું-સારું ન માનવું તે અહિંસા નામનું મહાવ્રત કહેવાય છે. - આ અહિંસા મહાવ્રત દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચાર પ્રકારે સમજીને પાળવું જોઈએ. દ્રવ્યથી કોઈપણ જીવોનો નાશ ન કરવો, ક્ષેત્રથી સર્વ લોકની અંદર રહેલા જીવોનો નાશ ન કરવો, કાળથી-દિવસ હોય કે રાત્રિ હોય તો પણ કોઈ જીવોનો નાશ ન કરવો, ભાવથી-રાગના કારણે કે દ્વેષના કારણે કોઈપણ જીવોની હિંસા ન કરવી. કષાયના યોગથી (રાગદ્વેષના યોગથી) કષાયરૂપે પરિણમન થયેલા મન, વચન, કાયાના યોગથી પોતાના કે પરના દ્રવ્ય તથા ભાવપ્રાણનો ઘાત કરવો તે હિંસા છે. RUBUBURUBURBEVRUBBBBBBBBBBBBBUBURVIUBBBBBUEUEUEUREKRUBBBBBBBURGRUBURUDUBBB ALE KUBOBRZEPUBBBBBBBBB ROBERURUBURURSACRUDO Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004538
Book TitleDhyanadipika
Original Sutra AuthorSakalchandra Gani
AuthorKesharsuri
PublisherSahajatamaswarup Paramguru Trust Ahmedabad
Publication Year
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy